________________
[૨૫૬]
શ્રી વિજયપધસૂરિજી કૃત કારણકે–તેમની બે ફાડ થાય છે, પણ તેમાંથી તેલ નીકળે છે. તથા શિખંડમાંનું દહીં ઊનું નથી કરાતું, માટે તે પૂર્વે જણવેલા દ્વિદલની સાથે નજ ખાવા જોઈએ. ગરમ ગેસની સાથે દ્વિદલવાલે પદાર્થ ખાધા પછી તેના લેપવાળા ભાજન. વિગેરે તદ્દન સાફ કરીને જ કાચા દહી વિગેરે પદાર્થો ખાઈ શકાય, એમ તે ખાધા પહેલાં કાચા દહીં આદિ પદાર્થો ખાધા. હોય તે તેને ભાજન-હાથ–મુખ વિગેરે તદ્દન ચોખા. કરીને જ-બીજા પદાર્થો (ગરમ ગેરસવાળું દ્વિદલ વિગેરે) જમી શકાય. માટે જ સમજુ શ્રાવક-છાશ-દહીં વિગેરે ફાટી ન જાય, આ મુદ્દાથી છાશ વિગેરેમાં બાજરાને લેટ વિગેરે ભેળવીને બરોબર ગરમ કર્યા બાદ ચણાનો લેટ આદિ પદાર્થ ભેળવે છે. એમ ખાટા ઢેકળાનો આથો કરવામાં પણ ખાસ કાળજી રાખવી. જમણવાર વિગેરેમાં જમતાં પહેલાં આ બાબત જરૂર લક્ષ્ય રાખવું. ઉપયોગ એ ધર્મ છે. બીન, કાળજીએ ધર્મ નથી, ક્ષણિક સ્વાદને માટે કર્યો ડાહ્યો માણસ ધર્મ હારી જાય. વસ્તુ સ્વરૂપને જાણ્યા બાદ બેદરકારી કરવીજ નહિ.
૧૮-રીંગણ-સર્વ જાતના રીંગણાં ખાવા ન જોઈએ. કારણકે તેમાં ઘણાં બીજ છે, એ ઉપરાંત વિષય વિકારને વધારે છે, પિત્તાદિને પણ વધારે છે. આ ખાવાથી વાસ્તવિક કર્મગ દૂર થતો નથી, પણ ઉલ્ટા ચીકણાં કર્મો બંધાય છે, જેથી ભવ ભ્રમણના દુખભેગવવા પડે, પુરાણુદિ ગ્રંથમાં પણ રીંગણા ખાવાને નિષેધ કર્યો છે. ત્યાં કહ્યું છે કેयस्तु वृतांककालिंग-भूलकानां च भक्षकः ॥ अंतकाले समूढात्मा-न स्मरिष्यति मां प्रिये ॥१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org