________________
શ્રી ધર્મજાગરિકા .
[ ૨૫૫]
હાય, તે દ્વિદલ કહેવાય. દષ્ટાંત તરીકે ચણું-મગ-મઠઅડદ-તુવેર–વાલ–ળા –કળથી-વટાણું–લાંગ-ગુવાર–મેથી-મસૂર વિગેરે દ્વિદલ કહેવાય. ગેરસ શબ્દથી ભેંસ વિગેરેના દૂધ-દહીં–અને છાશ લેવાય છે. દ્વિદલની સાથે કાચા (બરેબર ગરમ કર્યા વિનાના) ગેરસને સંબંધ થાય, તો તરતજ તેમાં બેઈદ્રિય જીવ ઉપજે છે, માટે શ્રાવક વિગેરે ભવ્ય જીવોએ તે ત્રણેને ખૂબ ગરમ કરીને પછી તેમાં દ્વિદલ ભેળવવું જોઈએ. તેમજ એ પણ નજ ભૂલવું જોઈએ કે-મેથીગુવાર તમામ કઠેલનાં પાંદડાંની ભાજી-વાળ, તુવેર–ચાળાફળી-મગફળી-ગવારની ફળી-વટાણાની ફળી-લીલા ચણતથા તેમના પાંદડી વિગેરેનું શાક-સુકવણી–સંભારે–અથાણું કે–દાળ-બુંદી–કળી-(સેવ), ગાંઠીઆ વિગેરે તળેલી વસ્તુની સાથે કાચા ગોરસ ભેળવવાજ નહિ, તેમજ મગ વિગેરેના પાપડવડી વિગેરેની સાથે અને મેથીવાળા અથાણુની સાથે કાચાં ગેરસ વાપરી (ખાઈ) શકાય જ નહિ. કેટલેક ઠેકાણે ઘેલવડાં (દહીવડાં) ખાવાની પદ્ધતિ છે, ત્યાં પણ સમજુ શ્રાવક વિગેરે ભવ્ય ઇ–ગોરસને પૂરેપૂરા ગરમ કરીને જ બનાવે, તોજ એ દિવસેજ ખાઈ શકાય. આ પ્રસંગે બદામપસ્તા-ચારોલી-રાઈ-સરસવ વિગેરે દ્વિદલ તરીકે ન લેવા
૧. દિ=બે અને દલ–ફાડીયા. જેની સરખી બે ફાડ થાય, તે દિલ કહેવાય. પણ એમાંથી તેલ નીકળે છે કે નહિ ? આ બાબતને જરૂર વિચાર કરવો. એકલી બે ફાડ થાય આ ઉપરથી જ દ્વિદલનો નિર્ણય ન થઈ શકે. કારણ કે બદામ વિગેરે દિલમાં ન જ ગણાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org