________________
શ્રી ધર્મજાગરિકા
[૫૩] વિકારવર્ધક છે. વિગેરે કારણોથી અભક્ષ્ય છે. ૧૦-બરફ-હીમ –એ ઘણું દેહધારી જલના જીવને કઠિન પિંડ છે. ખાતાં ઘણું હિંસા થાય, વિગેરે કારણેથી અભક્ષ્ય છે.
૧૧-વિષ—એ જીવનને નાશ કરનાર પદાર્થ છે, એનું થોડું પણ વ્યસન-દ્રવ્ય વિગેરેની જરૂર ખરાબી કરે છે. જ્યારે અફીણદિને વેચાતી લેવાના પૈસા ન હોય, ત્યારે અફીણુંથાની સ્થિતિ એવી થાય છે કે તે જ્યાં ત્યાંથી મફત મળે. એમ ચાહે છે. ગામડા ગામમાં કઈ મરણ પામ્યું હોય, ત્યારે પથરણુમાં ગાંય કસુંબો તૈયાર કરે, ત્યાં જનારને અફીણને કસુંબો મફત મળે, આવી વાત ગાયઝાને જાણમાં હોય, એમ ખાત્રી હોવાથી એક અફીણીયાએ ગાંયઝાને પૂછયું કે–વાણિયે પૂછે વેપારીને, કણબી પૂછે કૂઓ; અફીણિઓ પૂછે ગાયઝાને, ભાઈ? ગામમાં કોઈ મૂઓ છે ૧ આવા વ્યસનથી આવી બેહાલત જાણીને શ્રાવકે જરૂર ત્યાગ કરે.
૧૨-કરા–આમાં બરફ વિગેરે ખાવામાં જે નુકસાન કહ્યું તેજ જાણીને શ્રાવકે તેવા કરા નજ ખાવા જોઈએ.
૧૩–ભૂમિકાય (પૃથ્વીકાય) એટલે સર્વ જાતની માટી, ખડી, ભૂતડે, (સરાકડ) ખારે, કાચું મીઠું વિગેરે અભક્ષ્ય છે. કારણકે તેમાં અસંખ્ય જીવ છે. ૧૪-રાત્રિભોજન–પોતાના અને પરના જીવનને જાળવવાની ખાતર પણ રાતે લગાર પશુ આહાર લઈ શકાય જ નહિ. વિસ્તારથી આ બાબત આગળ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org