________________
[ પર ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
આમાં ત્રસ જીવેા ઉપજે છે. આ સ્થિતિમાં યંત્રમાં નાંખીને રસ કાઢે તે દારૂ કહેવાય. જીવનને તુચ્છ બનાવનાર અને ભયંકર પાપ કરાવનાર તથા ધાર્મિક જીવનને ધક્કો હાંચાડનાર દારૂ છે, એમ સમજીને ભવ્ય શ્રાવકાએ જરૂર તેને ત્યાગ કરવા જોઇએ. જે દવામાં દારૂ આવે તેવી દવા પણ નજ વાપરવી જોઇએ. દ્રાક્ષાસવ, કુમાર્યાસવ, લેાહાસવ આ પણ તેવી ( દારૂના જેવી ) ચીજ સમજીને ન વાપરવા જોઇએ. તેમજ ૧-કૉડલીવર પીલ્સ એટલે દરિયાઇ માછલીના કલેજાના તેલની ગેાળી. ૨-સ્ટૅટઇમલશન આવરીલ એટલે બળદ અને પાડાના અમુક ભાગનું માંસ. ૩-વિલગાયના મગજના ભાગમાંથી કાઢેલા રસ. ૪–ખીફાઇરનવાઈન-ઘેટાના માંસવાળી બ્રાંડી. પ–કારતિક લીકવીડ એ માંસના લેગસેળવાળી દવા છે. ૬-સરાવાની ટેનિક–આમાં દારૂના ભાગ આવે છે. વિગેરે ઈંગ્રેજી દવાએ પણ મિષ્ટ શ્રાવકાએ ન વાપરવી.
૮-માંસ-એ ઘણા દુર્ગંધમય પદાર્થ છે. નિરંતર ઘણા જીવાને ઉપજવાનું એ સ્થાન, વિકારને વધારનાર, છેવટે નરક રૂપ દુતિમાં લઇ જનાર છે. એમ સમજીને શ્રાવકે તેના ત્યાગ કરવા. આને ત્યાગ કરીને વંકચૂલે સ્વર્ગની સંપદા મેળવી. શ્રી સ્થાનાંગસૂત્રના ચાથા અધ્યયનમાં નરકગતિના ચાર કારણેા જણાવ્યા, તે પ્રસંગે કહ્યું કે-‘ળિમાદારે’ માંસાહાર કરવાથી નરકના દુ:ખા લાગવવા પડે છે.
૯માણુ-છાશથી અલગ પડે કે તરતજ અંતર્મુમાં તેના જેવા વણુ વાળા સૂક્ષ્મ જીવે તેમાં ઉપજે છે અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org