________________
શ્રી ધર્મજાગરિકા
[ રપ૧]
નહિ પીવા લાયક) પદાર્થોનું સ્વરૂપ ગુરૂ મહારાજ પાસેથી જાણવું જોઈએ. તેજ તે શ્રાવક દાનનું પૂર્ણ ફળ મેળવી શકે છે. (કારણ કે નહિ જાણનાર તે વસ્તુઓ વાપરશે તથા દાનમાં પણ આપવા માંડશે) માટે તે અનંતકાય તથા અભક્યનું સ્વરૂપ જાણીને તેની મનમાં બીલકુલ ઈચ્છા ન રાખવી. મુખ્ય બાવીશ અભક્ષ્ય આ પ્રમાણે જાણવા. ૧-વડના ટેટા, ૨-પારસ પીંપટલીના તથા પીંપલાના ટેટા. ૩–પ્લેક્ષ (એક જાતને પીંપળે). ૪–ઉંબર (ગૂલર) ની પીપુ (ટેટા). પકચુંબર (કાલુંબર)ને ટેટા. આ પાંચે ઉંબર ફલના નામે પ્રસિદ્ધ છે. તેમાં ઘણાં સૂક્ષ્મ બી અને જીવાત હોય છે. ખાવાથી ઘણું હિંસ થાય અભક્ષ્ય ગણ્યા છે, તે સમજુ શ્રાવકે એ ન ખાવા જોઈએ.
૬-મધ-શુદ્ર જંતુઓની લાળ છે. ઘણું જીવોની હિંસા કરીને એ તૈયાર કરવામાં આવે છે, એમાં નિરન્તર અસંખ્યાતા જી ઉપજે છે. આ કારણથી તે અભક્ષ્ય કહેવાય. સ્વાદિષ્ટ જાણીને કે દવાનું બહાનું કાઢીને પણ વાપરવું એ ઠીક નહિ. સમજુ વૈદ્ય-મધની જગ્યાએ ઘી સાકરમાં અથવા જૂના ગોળમાં દવા લેવાની દરદીને ભલામણ કરે છે. મધ એ (મદિરા માંસ માખણની માફક) વિષય વાસનાને પિષનાર છે. એમ સમજીને શ્રાવકે ન ખાવું જોઈએ. એક કહેવત છે કે-“મધ માખણ ને આમળાબેર, એ ત્રણ ખાય તે હરાયું ઢોર” ૭-મદિરા-ઉપર મધમાં જે જણાવ્યું, તે અહીં પણ ઘટે છે. અનેક પદાર્થોને પહેલાં સડાવે (કેહરાવે) તે વખતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org