________________
શ્રી ધર્મજાગરિકા
[૨૪]
આવેલું પાણી જ વ્રતમાં (તિવિહાર ઉપવાસ-એકાસણું બેસણું વગેરેમાં) પી શકાય. કારણ કે તેથી ઓછા એટલે જે એકજ ઉકાળે આવ્યો હોય તો ત્યાં સુધી તે સચિત્તજ હોય છે. અને બીજે ઉકાળે આવે ત્યારે તે મિશ્ર હોય છે એટલે કેટલુંક પાણી સચિત્ત હોય અને કેટલુંક પાણી અચિત્ત હોય એમ દશવૈકાલિક સૂત્રમાં અને શ્રી આચારાંગમાં કહેલું છે. માટે ત્રણ ઉકાળા આવે ત્યારે જ તે સંપૂર્ણ અચિત્ત થાય છે. એમ જાણું ઉકાળેલું પાણી પીનારે બરાબર ત્રણ ઉભરા આવ્યા પછીથી પાણી ઠારવું. ઉકાળેલું પીનારા ભવ્ય શ્રાવકોએ યાદ રાખવું કે ઉકાળેલા પાણીનો કાળ ચોમાસામાં ત્રણ પ્રહર (હાર) ને હોય છે. શીયાળામાં ચાર પહેરનો અને ઉનાળામાં પાંચ પહેરને હોય છે. પ્રહરનો અર્થ–દિવસની અપેક્ષાએ તેનો ચોથો ભાગ તે હાર કહેવાય. એટલે જેટલા કલાકનો દિવસ હોય, તેનો જે ચે ભાગ તે બહાર કહેવાય. જેમ ઉનાળામાં ૧૨ કલાકને દિવસ હોય, ત્યારે સૂર્યોદયથી માંડીને ત્રણ કલાકને એક પહેર ગણાય. સર્વ ઋતુમાં એક સરખા કલાકનો દિવસ હોયજ નહિ, માટે જેમ શિયાળાચોમાસામાં દિવસ ટુંકે થાય, તેમ પહેરનું પ્રમાણ જરૂર ઓછું થાય, અને દિવસ વધે, ત્યારે મહારનું પ્રમાણ પણ વધે. શ્રાવકે શિયાળા–ઉનાળા કરતાં ચેમાસામાં બે કાળનું (પહેલા કાળનું ને બીજા કાળનું) પાણું હોય છે, માટે તે વખતે વધારે કાળજી રાખવી જોઈએ. વ્યવહારથી બીજા કાલનું પાણી ચલેથી ઉતરે, ત્યારથી ત્રણ પહોર ગણું શકાય. ઠારતી વખતે બીજા કાલનું પાણી ઠારવાનાં વાસણ બની શકે તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org