________________
[૪૮]
શ્રી વિજયપધ્ધસૂરિજીત જોઈએ. દષ્ટાંત તરીકે પાકેલી કેરીને રસ વગેરે પદાર્થો બે ઘડી (૪૮ મીનીટ) ગયા પછી અચિત્ત બને છે. પરંતુ ઈતર એટલે બે ઘડી થયા પહેલા તે સચિત્ત હોય અથવા મિશ્ર પણ હોય એમ પ્રભુએ કહેલું છે. વગેરે બીના શ્રાવકોએ જરૂર સમજવી જોઈએ. ૨૪૮.
આ ગાળામાં પાણી અચિત્ત ક્યારે થાય છે? તે જણાવે છે –
આંધણતણી જિમ વાર ત્રણ ઉભરાજિહાં ચોખાદીસે, તે ત્રણ ઉકાળાજલ તણું પીવાય તે જલ વ્રત વિષે; ઓછા ઉકાળા હોય તે પહેલે ઉકાળે સચિત્ત તે, મિશ્ર બીજે એમ દશ વૈકાલિકાચાર શ્રુતે. ૨૪૯
અર્થ જેમ ખદબદતા ( ચોખા-ખીચડી આદિના) આંધણમાં ઉભરા સ્પષ્ટ જણાય છે તેની પેઠે જે પાણીને ઉકાળતાં ત્રણ ઉભરા સ્પષ્ટ આવી ગયા હોય તે ત્રણ ઉકાળા
૧ જ્યારે બરોબર પાણી ઉકળે ત્યારે પાણીના વાસણની ઉપર ઢાંકેલું ઢાંકણું એની મેળે ઉછળીને નીચે પડે, એમ ત્રણ વાર થાય ત્યારે ત્રણ ઉકાળા સમજવા. શ્રાવિકાદિએ જરૂર સમજવું જોઈએ કે નીચે અગ્નિના તાપનું ઠેકાણું ન હોય અને દેવદર્શન વ્યાખ્યાન શ્રવણાદિ કરીને ઘેર આવ્યા, તેટલામાં ત્રણ ઉકાળી આવ્યા શી રીતે ? તે અચિત્ત કહેવાય જ નહિ. તેવું પાણી મુનિરાજ આદિને કાપ વિગેરે (વસ્ત્રપ્રક્ષાલન) ના પ્રસંગે પણ હેરાવી શકાય જ નહિ. લેનાર ને દેનાર બંનેએ માહીતગાર થવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org