________________
શ્રી ધર્મજાગરિક
[ ર૪૩] નિંદા કરી ગુણિપાત્રની શ્રાવક દીએ નહિ દાનને, તેમ કરતાં જરૂર બાંધે અશુભ દીધયુષ્કને. ૨૪૩
અર્થ:–અપાયુ એટલે ટુંકું આયુષ્ય બાંધવાના ત્રણ હેતુઓ કહ્યા છે. ૧ હિંસા-જીવઘાત, ૨ જૂઠ–અસત્ય બોલવું તે, ૩ સુપાત્રને દોષવાળી વસ્તુ આપવાથી. એમ ત્રણ પ્રકારે ટુંકું આયુષ્ય બંધાય છે એવું સમજનાર ભવ્ય શ્રાવકે સાધુને અકલ્પનીય એટલે ન ખપતે પદાર્થ કદાપિ આપતા નથી. વળી શ્રાવકે ગુણિપાત્ર એટલે ગુણવન્ત એવા સુપાત્રને નિન્દા કરીને દાન આપવું નહિ. કારણ કે નિન્દા કરીને સુપાત્રને દાન આપનાર છો નકકી લાંબી સ્થિતિવાળા અશુભ આયુષ્યને બાંધે છે. ૨૪૩.
હવે પૂર્વેની બીનાને વિસ્તાર કયાં છે ? તે સ્થલ જણાવીને શ્રાવકના પ્રકાર જણાવે છે – વિસ્તાર પંચમ શતકના ઉદ્દેશ છેડે ગુરૂ કહે,
બે ભેદ શ્રાવકના કહ્યા સંવિગ્ન ભાવિત પ્રથમ એ; લુબ્ધક નિદર્શન ભાવ શ્રાવક ભેદ બીજે જાણીએ, સૂરમ અથ વિચાર સાચા માનાએ ના તાણીએ. ૨૪
અથ–ભગવતી સૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશાની અંદર શ્રી અભયદેવ સૂરીશ્વરજી ગુરૂ મહારાજે પૂર્વે કહેલી બીના વિસ્તારથી કહી છે, તેમજ શ્રાવકના બે ભેદને
અર્થ પણ વિસ્તાર પૂર્વક કહે છે. તેમાં પ્રથમ ભેદ * “સંવિનભાવિત શ્રાવક' નામે કહે છે, અને બીજે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org