________________
[૨૪]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત માટે બંને આરાધક કહ્યા) અને આ બંને સિવાયના અગીતાર્થ અને મરજી મુજબ સ્વદે વર્તનારા મુનિઓ વિરાધક કહ્યા છે. ૨૪૧. અન્ય પૂજનિક પૂર્વધરના બહુ વિચાર વિસ્તરે, છઠ્ઠા ઉદેશે આઠમા શતકે ભગવતમાં ખરે; શ્રાવક અપાત્રે દાન દેતાં પાપને એકાંતથી, બાંધે ન પામે નિર્જરાને લાભ જ ખોટું નથી. ર૪૨
અર્થ:–વળી પાંચમાં અંગ શ્રીભગવતી સૂત્રમાં આઠમા શતકના છÉ ઉદ્દેશામાં બીજા પૂજા કરવા ગ્ય પૂર્વાચાર્ય મહારાજે આ ચાલુ બાબતમાં વિસ્તાર પૂર્વક ઘણું વિચારે જણાવ્યા છે. વળી જે શ્રાવક અપાત્ર–લાયકાત રહિત કુપાત્રને ગુરૂબુદ્ધિથી દાન આપે છે, તે એકાંત પાપને બાંધનારે થાય છે, કારણકે તેણે અપાત્રને આપેલું દાન તે અપાત્રપણાને પુષ્ટિ કરનાર થાય છે, અને તેથી તે શ્રાવકને જરા પણ નિર્જરાન-કર્મક્ષયને લાભ થતો નથી. (એવું જે કહ્યું છે) તે જરા પણ ખોટું નથી. માટે શ્રાવકે ગુરૂબુદ્ધિથી દાન દેતી વખતે પાત્ર અપાત્રને વિચાર અવશ્ય કરવો. ૨૪૨.
હવે અકથ્ય પદાર્થ ન દેવે જોઈએ વગેરે બીના જાણવાની શ્રાવકને જરૂર છે, તે જણાવે છે – અલ્પાયુના ત્રણ હેતુ હિંસા જૂઠ દૂષિત વસ્તુને, દેતાં સમજતાં શ્રાદ્ધ નદીએ કદિ અકથ્ય પદાર્થને,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org