________________
[૪૦]
શ્રી વિજયેન્દ્રસૂરિજી કૃત
નથી મળતી તે બીજે ઘેરથી મળશે, બીજે ઘરે નહિ મળે તો ત્રીજે ઘેરથી મળશે એ પ્રમાણે વિચારી વહારવા જવામાં આળસ દૂર કરી દેષ રહિત ગોચરી લેવી અને આજ એષણા સમિતિની ખરી જયણું કહેલી છે. વળી અજાણ શ્રાવક અકલ –ન કપે તેવી સદેષ ચરી આપે તો તેને શાન્તિપૂર્વક કહેવું કે આવા પ્રકારની ગોચરી અમને કપે નહિ. પરંતુ તે શ્રાવક ઉપર જરા પણ ગુસ્સે થાય નહિ. ઉપર જણાવેલી બીનાનું રહસ્ય એ છે કે-નિર્મલ શીલવ્રતની આરાધના કે જેમાં ગમે તેવા વિકટ કારણે પણ અપવાદ પ્રવૃત્તિ હોઈ શકે જ નહિ, તે સિવાયના મૂલત્તર ગુણની આરાધનામાં અધિક લાભની અપેક્ષાએ યથાર્થ ગીતાર્થ ભાવાચાર્યાદિ પૂજ્ય પુરૂ
ની યોગ્ય સૂચનાથી શ્રાવક ભક્તિને અપૂર્વ લાભ જાણીને અને-“મુનિદેહ ટકવાથી મુનિરાજ હજારેને ઉદ્ધાર કરશે.” એવા ઉદાર અને સરલ આશયથી ભક્તિ કરતાં એકાંત લાભજ મેળવે છે. પરંતુ અપવાદ સેવનાર સાધુ મહાત્માની ઉત્સર્ગ માર્ગ તરફજ દષ્ટિ હોય છે, તેથી એમ વિચારે કે મેં અપવાદ સેવ્ય, તે ઠીક નહિ, સાજો થઈશ ત્યારે અવસરે તેનું શ્રી. ગુરૂ મહારાજની પાસે પ્રાયશ્ચિત્ત જરૂર લઈ નિર્મલ થઈશ. ગીતાર્થની દીર્ઘદ્રષ્ટિ હોય છે. સ્વચ્છેદપણે અપવાદ સેવનારને આરાધકપણું નથી જ. ઉત્સર્ગ માર્ગને ટકાવનાર જ અપવાદ માર્ગ હોઈ શકે. કેરટના અને હાઈસ્કૂલના કાયદાઓ લક્ષયમાં રાખનાર ભવ્ય જીવે ઉપરની બીના સહેલાઈથી સમજી શકશે. વિવિધ જીવોને વિવિધ પ્રકારે પ્રભુ ભાષિત પવિત્ર માર્ગમાં સ્થિર કરવા એટલે પ્રગતિશાળી બનાવવા.” એવા અનેક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org