________________
શ્રી ધર્મજાગરિકા
[ ર૩૯] મળે એવી ભાવના પૂર્વક પિતાના જન્મને તે પવિત્ર ગણે, અને પૂજાની પડે એટલે પૂજા કરતાં સચિત્ત પાણી તથા સચિત્ત ફૂલ વગેરે વાપરવા છતાં જેમ પૂજામાં ઘણે લાભ પ્રથમ કહી ગયા તેની જેમ કૂવાના દષ્ટાન્તથી તે સમજી શ્રાવક સદોષ આહાર આપવા છતાં દેષ માનતા નથી. ૨૩૯
ગીતાર્યાદિની આજ્ઞાથીજ સેવવામાં આવતા અપવાદ પ્રસંગે પણ સાધુ મહાત્માઓએ આ ઉત્સર્ગ માર્ગ નજ ભૂલ જોઈએ એ જણાવે છે –
ઉત્સર્ગ માર્ગ પ્રદીપ જે એહ નિર્મલ ગોચરી, મલતી તદા અપ્રમાદ પાલે એષણ જયણા ખરી; મુનિવર અકથ્ય પદાર્થ દાયક શ્રાદ્ધને કલ્પે નહી, મુજ આકહે ઈમ શાંતિથી પણ ઉપરતસકોપેનહિ. ૨૪૦
અર્થ—ઉત્સર્ગ માર્ગ એટલે દીવા જેવો મુખ્ય રસ્તો મુનિરાજને પાલવાને તે આ પ્રમાણે છે. જ્યારે નિર્મલ“શુદ્ધ અથવા દેષ રહિત ગોચરી મળતી હોય ત્યારે તો સાધુ મુનિરાજે પ્રમાદ રહિત થઈને એટલે એક ઘરે શુદ્ધ
૧. કૂવાનું દષ્ટાન્ત આ પ્રમાણે–જેમ કૂ ખોદતાં પ્રથમ શ્રમ પડે, શરીરે માટી વગેરે ચોંટે તથા તરસ પણ લાગે, પરંતુ જ્યારે કૂવો ખોદાઈ રહે અને પાણી નીકળે, ત્યારે તે પાણીથી ન્હાવાથી શ્રમ દૂર થાય, શરીર પણ સાફ થાય અને તરસ મટે. તથા કાયમનું તરસનું દુઃખ દૂર થાય. ખાસ વિશિષ્ટ કારણે સદોષ દાન દેતાં પણ લાભ અધિક હોવાથી દોષ કહ્યો નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org