________________
[૨૩૮]
શ્રી વિજ્યપદ્મસુરિજી કૃત સાધુ મુનિરાજને ઈતર–સદેષ આહાર આપે નહિ. તેવી જ રીતે મુનિરાજ પણ પૃચ્છા–પૂછવા વગેરે સાધનાથી આહારદિક વસ્તુને નિર્દોષ છે એમ જાણ્યા પછી ગ્રહણ કરે. પરંતુ તે વસ્તુના નિર્દોષપણામાં જરા જેટલી પણ જે શંકા-સંશય પડે તે તે વસ્તુ બીલકુલ ગ્રહણ કરેજ નહિ. આવા અવસરે સંયમ માર્ગમાં તત્પરતા રાખી જરા પણ કચવાયા સિવાય પૂર્ણ આનંદથી એમ માને કે મને તારૂપી લાભની પ્રાપ્તિ થઈ. ૨૩૮.
આ ગાથામાં શ્રાવક મુનિરાજને સદેષ આહારાદિક કયારે આપે? તે સમજાવે છે – ગ્લાનાદિને ગીતાર્થ વચને ઈતર દાયક શ્રાદ્ધને, ગ્લાનાદિનું સંયમ ટકતા તે ગણે બહુ લાભને; અવસરમશુભએહથીનિજજન્મને પાવન ગણે, પૂજા પર દૃષ્ટાંતથી કૂપના ન માને દોષને. ૨૩૯
અર્થ:–ગીતાર્થ એટલે સૂત્ર અર્થના જાણુ પરમ ચરણકરણાનુરાગી એવા પૂજ્ય શ્રી આચાર્ય મહારાજ આદિના વચનથી (કહેવાથી) ગ્લાનાદિ એટલે મુનિરાજ કોઈ વ્યાધિથી પીડિત હાય વિગેરે બીજા પણ તેવા પ્રસંગે (આદિ શબ્દથી આગાઢ દ્વહન વગેરે પ્રસંગમાં) ઈતર-દેષ સહિત આપનાર શ્રાવકને ઘણે લાભ મળે છે. કારણ કે તેવા પ્રસંગમાં ગ્લાન સાધુના સંયમને ટકાવવામાં પોતે નિમિત્તરૂપ થાય, તેને શ્રાવક બહુ મોટા લાભ માને. આથી મને સારે અવસર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org