________________
[ ર૩૬ ]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત રના ગ્રાહકને દાન આપવાનું ફલ પણ તેવાજ કમે જાણવું. એટલે તીર્થપતિ તે ઉત્તમ ગ્રાહક તેમને દાન આપવાનું ફલ પણ સહુથી વધારે કહ્યું છે. તેથી ઉતરતું મુનિરાજને દાન આપવાનું ફલ જાણવું, તેથી દેશવિરતિને દાન દેવાનું ફલ ઉતરતું જાણવું. તેથી સમકિતીને દાન દેવાનું ફલ ઉતરતું જાણવું. તેમાં તીર્થકર રૂપ પાત્રને દાન આપવાનો પ્રસંગ તો કઈક જીવને કવચિત મળે છે. હવે ગ્રંથકાર દાન દેનારે કયા કયા ગુણો ધારણ કરવા તે કહે છે. મુનિરાજને દાન ઘે, તેમાં દાનમાં તથા મુનિના ગુણમાં રાગવાળા દાયક હોય, તેમજ નિરાશંસી–દાનના કેઈ પણ પ્રકારના પૌગલિક ફળની ઈચ્છા ન કરે એટલે નિયાણા રહિત હોય તે ઉત્તમ દાયક કહ્યા છે. માટે તેવા નિરાશસી બનીને શ્રાવકે દેષ રહિત તથા પ્રાસુક–કપે તેવી દેય—આપવા લાયક વસ્તુનું સ્વરૂપ જાણીને તે નિર્દોષ વસ્તુઓ પૂજ્ય શ્રીજિનેશ્વર પ્રભુ વગેરેને હોરાવવી. અહીં વહોરાવતાં જ્ઞાન–અજ્ઞાનની ચતુર્ભાગીને ધ્યાનમાં રાખવી. રક૬.
હવે મુનિરાજને દાન આપવાનું ફલ કહે છે – મુનિરાજને નિર્દોષ દેતાં નિર્જરા એકાંતથી, નહિ પાપ અંશે ઉષ્ણ કાલે દીર્ઘ મારગ હેતુથી;
–
૧. જ્ઞાન અજ્ઞાનના ૪ ભાંગા આ પ્રમાણે–૧ ગ્રાહક અને દાયક બંને જાણ (આ ભાંગે ઉત્તમ) ૨. ગ્રાહક જાણું અને દાયક અજાણ. ૩ ગ્રાહક અજાણ અને દાયક જાણ. (આ બે ભાંગા મધ્યમ) અને છેલ્લે ૪ ગ્રાહક અજાણુ અને દાયક અજાણ. (આ ભાગે નકામો.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org