________________
શ્રી ધર્મજાગરિકા
[ રર૯] ૫. માન–અહંકાર. ૬. પાપ કરીને રાજી થવું તે હર્ષ. સમજી શ્રાવકે આ છ કટ્ટા શત્રુઓને જરૂર ત્યાગ કરવો.
૩૫. ઈદ્રિયોને વશ કરવી–પ્રભુદેવના આગમની વાણુને સાંભળવી એ લગામનું કામ કરે છે. જેમ લગામથી ઘોડાને વશ કરી શકાય, તેમ આગમની વાણી રૂપી લગામથી ઇંદ્રિ રૂપી ઘોડાને વશ કરી શકાય છે. સ્વછંદપણે રહેલી આ ઇંદ્રિય સંસારી જીવને ચારે ગતિનાં દુઃખ પમાડે છે. જુઓ હાથીને સ્પર્શનેન્દ્રિયની પરાધીનતાને લઈને ઘણાં અસહ્ય દુ:ખે ભેગવવાં પડે છે. માછલું લોઢાના કણેકવાળા કાંટામાં ભરાઈને મરણ પામે છે. એ રસનેન્દ્રિયનું પાપ સમજવું. ધ્રાણેન્દ્રિયના પરવશપણાને લઈને ભમરાને કમળના ડેડામાં ભરાઈ જઈને છેવટે મરવું પડે છે. તથા ચક્ષુરિંદ્રિયની લલુપતાને લઈને પતંગિયું દીવાની તમાં ઝપલાઈને મરણ પામે છે. અને હરિણ શ્રોત્રેન્દ્રિયની લુપતાથી પારધીના હાથે મરણ પામે છે. કહ્યું છે કે
રસના મીન મરે, નયન ઘd, श्रवणमें कुरंग मरे, भोगमें मातंगा; सुगंधमें भ्रमर मरे, जगत पंच रंगा,
विबुध करण संग तजे, धर्म में अभंगा ॥१॥ ઇદ્રિના આવા વિકટ દુઃખની વિચારણા કરીને ભવ્ય શ્રાવકેએ ઈદ્રિયને કાબુમાં રાખી ધર્મારાધન જરૂર કરવું જેથી આત્મિક લક્ષ્મીને વૈભવ જલદી સાધી શકાય. તથા હે શ્રાવક! તું અત્યંત લોભનો ત્યાગ કરીને સંતોષવાળું જીવન ગુજારજે. આ બાબત શેલડી ચાવનારનું દૃષ્ટાંત સંવેગમાલામાં કહ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org