________________
[ રરર]
શ્રી વિજયપદ્ધસૂરિજી કૃત
રકમ-જ્ઞાનકાર્યમાં અને દેવાદિના કાર્યમાં વાપરી શકાય, અને જ્ઞાન ખાતાની રકમ દેવાદિના કાર્યમાં વપરાય, પણ સાધારણ ખાતાના કાર્યમાં ન વપરાય. તથા દેવ દ્રવ્યની રકમ પ્રભુદેવના અને મંદિરના કાર્યમાં જ વાપરવી. પણ જ્ઞાનના અને સાધારણ ખાતાના કાર્યમાં નજ વાપરી શકાય.
૧૩ ધનને અનુસાર શ્રાવકે વેષ રાખવો. તેમજ તે વેષ રાખવે કે જેથી પિતાની આબરૂ જળવાય. પ્રભુ દેવ અને ગુરૂના દર્શન-વંદનાદિ પ્રસંગે દહેરામાં ઉપાશ્રયે ઉઘાડા માથે જઈ શકાય નહિ. દેવપૂજનના અવસરે, પિષધ, ઉપધાન વહનાદિ પ્રસંગે માથું ખુલ્લું રહે તેને વાંધો હોયજ નહિ.
૧૪ શ્રાવકે બુદ્ધિના આઠ ગુણોને સમજીને યાદ કરવા. હંમેશાં તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી, તે આઠ ગુણે આ પ્રમાણે૧ પ્રભુદેવે કહેલા શાસ્ત્રોને સાંભળવાની તીવ્ર ચાહના રાખવી. ૨ તેવા સિદ્ધાંતને ઉલ્લાસથી નિરંતર સાંભળવા. ૩–સાંભળીને અર્થ સમજવો. ૪ સમજીને તે યાદ રાખે. પ જિજ્ઞાસા બુદ્ધિએ તેમાં તર્ક કરવા (તે સામાન્ય જ્ઞાન). તેમ કરીને વિસ્તારથી વસ્તુતત્વને બેધ મેળવે. ૭ અર્થનું જ્ઞાન લેવું. ૮ આ વસ્તુનું સ્વરૂપ આવું છે, જેમકે ચેતના સ્વરૂપવાળે જીવ છે. વિગેરે નીર્ણય રૂપે જ્ઞાન મેળવવું (તે તત્વજ્ઞાન કહેવાય )
" . ૧૫ અમૃત, સાકર, શેલડી અને દ્રાક્ષથી પણ વધારે મીઠી ધર્મના સ્વરૂપને જણાવનારી શ્રી જિનવાણું સાંભળવી, જેથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org