________________
શ્રી ધર્મજાગરિકા
[૨૧]
અવિનય કદી પણ કરે નહિ. તેમને ધાર્મિક પ્રવૃત્તિમાં અને પરલોક સાધનામાં કુલીન પુત્રએ જરૂર મદદ કરવી.
૧૦ શ્રાવકે શાંતિમય ધાર્મિક જીવન ગુજારવા માટે જ્યાં રાજાઓને મહેમાહે વિધભાવ ચાલતો હોય, તથા રેગ ચાલે અને દુકાલ હોય, ત્યાં રહેવુંજ નહિ.
૧૧ શ્રાવકે જેથી દેશ-જાતિ-કુલ–દેવ-ગુરૂધર્મ–માતા -પિતા આબરૂને લાંછન (ડાઘ-કલંક) લાગે તેવું કામ કદી પણ કરવું નહિ. મોહાદિને વશ થઈને જેઓ તેવું કરે છે, તેમને આ ભવમાં ભયંકર વેદના ભેગવવી પડે છે, અને પરભવમાં દુર્ગતિના દુઃખો ભેગવે છે.
૧૨ આવક (પેદાશોના પ્રમાણમાં ખર્ચની મર્યાદા બાંધવી. દેખાદેખી ખર્ચ કે દેવું વધારવાની ટેવ ન રાખવી, કારણ કે તેમ કરવાથી ભવિષ્યમાં અચાનક મુંઝવણ આવી પડે છે. માટે જ કુટુંબમાં વડીલે કરકસર અને સાદાઈની પદ્ધતિ પડે, તેવી ચેજના કરવાની ખાસ જરૂરીયાત છે. આવક વધે તે તે સાધર્મિક ભક્તિ આદિ ઉત્તમ કાર્યોમાં જરૂર વાપરી દેવી જોઈએ. શુભ ખાતાની કે ધાર્મિક ખાતાની જે રકમ વાપરવાની હોય, તેને જલદી નક્કી કર્યા પ્રમાણે સદુપયેગ કરે. એમાં પોતાના નિમિત્તે કે કુટુંબના નિમિત્તે તેને લગાર પણ અંશ વાપરી શકાય જ નહિ. ભૂલથી તેમ થતું હેય તે ન થાય, તેમ જરૂર કાળજી રાખવી, અને ભૂલની શુદ્ધિ કરવી. પ્રસંગે શ્રાવકે યાદ રાખવું કે સાધારણ ખાતાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org