________________
[ ૧૬ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત સંતોષમય જીવન ગુજારે જિમ સમાધિ મરણને, અંતિમ ક્ષણે પામે તથા શ્રાવક કરે વ્યવસાયને. રર૯ ' અર્થ–વળી શ્રાવકે વેપાર કરતાં દુર્જનની પાસે પ્રાર્થના ન કરવી. કારણ કે એક વાર પણ દુર્જનના સપાટામાં સપડાયા પછી તેના પ્રપંચમાંથી નીકળવું મુશ્કેલ થાય છે. વળી પૂર્વે કહેલા કૃષિ-ખેતી વગેરે ઘણા પાપવાળા આરંભ કાર્યોને ત્યાગ કરીને માર્ગાનુસારીના પાંત્રીસ ગુણેને ધારણ કરનારા થવું. તે માર્ગનુસારીના ૩પ ગુણ ટુંકામાં આ પ્રમાણે આ ગુણે શ્રાવક ધર્મના માર્ગમાં જોડનારા તથા ટકાવનારા છે, માટે માર્ગાનુસારી ગુણ કહેવાય છે. તેના ઘણાં ભેદે છે, તે પણ મુખ્ય ગુણે ૩૫ છે. તેમાં–
૧ ન્યાયસંપન્ન વિભવ–શ્રાવકે ન્યાયથી ધન ઉપાર્જન કરવું જોઈએ. અન્યાયથી મેળવેલું ધન લાંબે ટાઈમ ટેકેજ નહિ. ખાનારની બુદ્ધિમાં જરૂરી ફેરફાર થાય. કેઈએ પેલી રકમ હોય, તેમાંથી ઉચાપત કરવી, એ અન્યાય કહેવાય. માપમાં, વ્યાજમાં અને વેપાર વિગેરેમાં ભદ્રિકજનોને છેતરવા નહિ. કેઈને આડું અવળું ઊંધું ચતું સમજાવીને પૈસે મેળવે એ પણ અન્યાયજ કહેવાય. ન્યાયથી પેદા કરેલું ધન ભલે ઓછું હોય તે પણ એ (સે મણ લેઢા કરતાં) પાશેર સોના જેવું સમજવું.
૨ શિષ્ટાચાર પ્રશંસક:-શ્રાવકે ઉત્તમ જ્ઞાન અને કિયામય સદાચાર (અથવા સદાચારી પુરૂષ)ની પ્રશંસા કરવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org