________________
શ્રી ધર્મજાગરિકા :
[
૫]
દુઃખના દહાડા હોય, ત્યારે મુંઝાવું નહિ, કારણ કે આવા સમ નથી વિશેષ લાગણું રાખીને કાયાથી ધર્મારાધન કરવામાં આવે, સમતાભાવ રાખીએ, આત્મસ્વરૂપની ચિંતવના નિરંતર કરીએ, તો જરૂર પુણ્યનું જોર વધે. આ વખતે એમ બને છે કે-જેમ વધારે બળવાન માણસ નબળા માણસને દબાવી શકે, તેમ પુણ્ય (નું જોર વધે ત્યારે તે) બળિયું બને ત્યારે અલ્પ બળવાળા પાપનું જોર ટકી શકતું નથી. એ તે જગજાહેર છે કે-પાપના ઉદયથી દુઃખ મળે છે. હે રાજ! મેં પાછલા ભવમાં તમારું અનિષ્ટ કર્યું હશે, તેનું મને આ ફલ મળ્યું છે. આમાં ડાહ્યા માનવે એકલા બાહ્યનિમિત્ત (તમે વગેરે)ને મુખ્ય નિમિત્ત કારણ તરીકે ન જ માનવા જોઈએ. કર્મ રાજા જે સ્થિતિમાં મૂકે, તેમાં આનંદ માન એ જીવન, અને તે સિવાયનું મરણ સમજવું. દીવાને કહેલી આ બીના સાંભળીને રાજાએ પોતાની ભૂલ કબુલ કરી અને આ દષ્ટાંતમાંથી બેધ લઈને જીવનમાં ઉતાર્યો. દીવાનને કેદખાનામાંથી મુક્ત કર્યો. ભવ્ય શ્રાવકેએ દીવાનની માફક દુ:ખના સમયે વૈર્ય રાખવું. તેમજ હંમેશાં ન્યાયના માર્ગે ચાલવું. વળી ખોટા અશુભ વિચારને ત્યાગ કરે. તથા બોલતી વખતે મિત-પ્રમાણસર અથવા જરૂર પૂરતું, તે વળી પ્રિય, સત્ય અને હિતકારી બેલવું. એમ શ્રી યંગશાસ્ત્રમાં કહ્યું છે. ૨૨૮.
ગ્રંથકાર શ્રાવકને ઉપયોગી હિતશિક્ષા આપે છે – દુર્જનતણ પાસે ન કરવી પ્રાર્થના તે આકરા, આરંભને છોડી થવું માનુસારી ગુણધરા;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org