________________
શ્રી ધર્મજાગરિકા
[૨૧૩]
પ્રમાણે સ્વીકારે છે. ત્યાં કહ્યું છે કે-શનિનોજ્ઞાનિનશ્ચીત્રसमे प्रारब्धकर्मणि ॥ न क्लेशो ज्ञानिनो धैर्यात्-क्लिश्यत्यશોર્ચત છે ? આ ચાલુ પ્રસંગે “ઓ દીન બી વીત જાયગ” આ દષ્ટાંત જરૂર યાદ રાખવું (જેથી દુ:ખના સમયમાં ધૈર્ય ટકી શકે) તે ટુંકામાં આ પ્રમાણે-એક રાજાને મહા બુદ્ધિશાલી દીવાન (મંત્રી) હતો. તે રાજ્ય ચલાવવામાં
હતે આ ગુણને લઈને રાજા તેની ઉપર બહુ રાજી રહે છે. એક વખત રાજાની આગળ કઈ દુષ્ટ માણસે કહ્યું કે “ આ દીવાન તમને પદભ્રષ્ટ કરવાને કશીશ કરી રહ્યો છે.” રાજાને “કાન હોય પણ સાન ન હાય” જેથી આ બેટી બીનાને પણ સાચી માનીને હંમેશના નિયમ મુજબ જ્યારે બીજે દિવસે સવારે દીવાન કચેરીમાં આવ્યા, તે વખતે ક્રોધમાં આવીને રાજાએ હુકમ ફરમાવ્યું કે “હે સીપાઈ! દીવાનને કેદમાં પૂરી દે.” હુકમ પ્રમાણે સિપાઈ દિવાનને કેદમાં લઈ ગયા. અહીં દીવાન વિચારે છે કે–નક્કી કઈ દુષ્ટ માણસે રાજાના ખોટી રીતે કાન ભંભેર્યા છે, નહિ તો મને બીનગુનેગારને ગુને પણ જણાવ્યા વિના કેદમાં કેમ પૂરે ? “રાજાએ દિવાનને ભેજન પણ ન આપવું” એ હુકમ કર્યો હતે. જેથી દીવાનને ખાવાનું પણ મલતું નથી. આવા દુઃખને સમય છે, તે પણ જ્ઞાની દીવાન લગાર પણ ખેદ કરતા નથી, અને આત્માને આશ્વાસન દેવા માટે આનંદ પૂર્વક એજ શબ્દ બોલે છે કે “જે વી વી વીત ગાય ’ દીવાનના મેંઢા ઉપર લગાર પણું ઉદાસીનતા દેખાતી નથી. ઉપરના શબ્દો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org