________________
[૧૨]
શ્રી વિજયપક્વસૂરિજી કૃત જાઓ, અને મનમાં એમ વિચારશે કે-આ લેણદાર પહેલાં આવ્યા હોત કદાચ મારે ના કહેવી પડત, પણ બહુ સારું થયું કે-આજે આવ્યો. કારણ કે રેકડ ભરપૂર છે. ” આ દષ્ટાંતમાંથી બાધ એ લેજે કે લાખ રૂપિયા (માગનારને) દેનાર સરાફ જે તું છે. તે જેમ દેવું ચૂકવે છે, તેમ તારે કર્મરાજાનું દેવું ચૂકવવાનું છે. સરાફની પાસે જેમ રોકડ ભરપૂર હતી, તેમ તારી પાસે જ્ઞાન ખજાને ભરપૂર છે. (એટલે તું સમજણના ઘરમાં રહ્યો છે) માટે દેવું ચૂકવતી વખતે લગાર પણ ઉદાસ થઈશ નહિ. સારું થયું કે આ મનુષ્ય ભવમાં પાપકર્મના ફલ ભોગવવાનો સમય આવ્યો. કારણ કે કર્મનું સ્વરૂપ જાણવામાં છે કે-બાંધતી વખતે ચેતે તેને દુઃખ હાયજ નહિ, તે વખતે ન ચેત્યે તેથી આ દુઃખને સમય આવ્યું. હવે તે હે જીવ! તું જેટલા દિવસ દુઃખ ભોગવિશ, તેટલા દિવસને પાપરૂપી કચરે ખાલી થશે. ઘરમાંથી કચરે જતો હોય ત્યારે તો ખૂશી થવું જોઈએ. આ તારા આત્મરૂપી ઘરમાંથી પાપરૂપી કચરે ખાલી થાય છે, માટે આનંદમાં રહે. હાય ય કરવાથી તો ઉલ્ટાં બીજાં ચીકણાં કર્મો બંધાશે.
પંડિત–મૂ–રાજા-રંક–રોગી–નીરોગી એમાંના કોઈને પણ કર્મરાજા છોડતું નથી. ફેર એટલે પડે છે કે-જ્ઞાની પુરૂષે કર્મ ફલને સમતાભાવે ભોગવે છે, ત્યારે અજ્ઞાની છે તેવા અવસરે ધૈર્ય ગુમાવી બેસે છે. બાંધેલા કર્મોનાં ફલ બંનેને જરૂર ભોગવવાં પડે છે. એવું જેમ જેમ સિદ્ધાંત - સ્પષ્ટ જણાવે છે, તેમ ભગવદ્ ગીતા પણ પોતાની માન્યતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org