________________
[ ૨૦૮ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત
આવી રીતે સમજાવતાં છતાં ક્ષુલ્લક મુનિ ન સમજ્યા. જેથી તે અન્ય મુનિરાજે સાધ્વી શ્રી યશોભદ્રા (ક્ષુલ્લક મુનિની માતા)ને જણાવી. ત્યારે તેણે (સાધ્વીએ) ક્ષુલ્લક મુનિને સંયમમાં સ્થિર કરવા ઘણે પ્રયત્ન કર્યો, છેવટે કહ્યું કે “તું જેમ તારી ઈચ્છાથી બાર વર્ષ સુધી સંયમમાં રહ્યો, તેમ મારા વચનની ખાતર હવે પણ બાર વર્ષ સુધી સંયમની સાધના કર.” ક્ષુલ્લક મુનિ આ વચન સાંભળીને દાક્ષિણ્યતા (માતા આદિ વડીલના વચનને તિરસ્કાર-લેપ કેમ કરાય? આવા) ગુણને લઈને બાર વર્ષ સુધી સંયમ માર્ગમાં રહ્યા. એમ તેજ (દાક્ષિણ્યતા) ગુણને લઈને ગુરૂજી કીર્તિમતીજી સાધ્વીનું અને શ્રી અજિતસેન સૂરિ મહારાજનું અને ઉપ
ધ્યાયજીનું પણું વચન માગ્યું. જેથી એ પ્રમાણે દાક્ષિણ્યતા ગુણે અડતાળીસ વર્ષ સુધી ક્ષુલ્લક મુનિને સંયમમાં ટકાવ્યા. છેવટે ભેગની લાલસાથી માતાએ આપેલ મુદ્રરત્ન અને રત્નકંબલ લઈને જે કે પુંડરીકના રાજ્યમાં આવ્યા, પણ ત્યાં નાટક જેવા પ્રસંગ મળ્યો, તેમાં આખી રાત ઠેઠ સુધી એક નટડી નાચ કરીને છેવટે (ડું નાટક બાકી રહ્યું, ત્યાં) ઝોકાં ખાવા લાગી ત્યારે તેને મોટી નટડીએ ગીતમાં સમજાવ્યું કે “હે સુંદરી ! રાત્રિના ઘણું ભાગ સુધી સારામાં સારૂં ગાયન-નાચ વિગેરે કરીને હવે થોડા સમય માટે શું કામ પ્રમાદ કરી કર્યા ઉપર પાણી ફેરવે છે?” આ સાંભળીને ક્ષુલ્લકે વિચાર્યું કે-આ વચનમાંથી મારે પણ સમજવું જોઈએ કે જીંદગીને ઘણે ભાગ સંયમ સાધીને સફલ કર્યો, તે હવે “હેાત ગઈ ને છેડી રહી” આ કહેવત પ્રમાણે જીંદગીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org