________________
શ્રી ધર્મજાગરિક
[૨૦૩]
કરવી. વળી દુઃખી જને પ્રત્યે ઘણે દયાભાવ રાખે. જેમ પિતાના પુત્ર વગેરેને દુ:ખી જોઈને લાગણુથી તત્કાલ ઈલાજ કરવામાં આવે છે, તેમ ઉત્તમ શ્રાવકે એ કઈ પણ જીવ દુઃખી થતો હોય, ત્યારે તેને ઉપાય વિલંબ કર્યા સિવાય શક્તિને અનુસારે જરૂર કરવો જોઈએ. આમ કરવામાં આ મારે અને આ પર (બીજો)” આ ભેદભાવ રખાય જ નહિ, તેમજ ઉદાર આશયવાળા ભવ્ય શ્રાવકોને તેમ. કરવું છાજેજ નહિ. ભેદભાવ રાખે એ હલકે ગણાય. કહ્યું છે કે "अयं निजः परो वेति, गणना लघुचेतसां ॥ उदारचरितानां તુ, વહુ કુંવવાન્ ! શા આ પ્રમાણે ઉત્તમ શ્રાવકેનું વર્તન જોઈને જેમનું દુઃખ દૂર કરવાને માટે આપણે ગ્ય પ્રયત્ન કર્યો, તેમાંનાં કંઈક ભદ્રિક જી સન્માર્ગને પામે છે. શ્રાવકધર્મની અનુમોદના કરે છે. અને કહે છે કે “જેને ! તમારું ભલું થજે” આ આશીર્વાદના અમૂલ્ય વચને તેમના મેંઢામાંથી નીકળે, એ ખરા અંતરના સમજવા. આવા જ શ્રી જૈનેન્દ્રશાસનની અનુમોદના કરે તેના પરિણામે આ ભવમાં અથવા પરભવમાં જરૂર જૈનેન્દ્રશાસનને પામે, તેની ઉલ્લાસથી પૂર્ણ આરાધના કરી આત્મકલ્યાણ સાધે. આમ થવામાં જરૂર સમજવું જોઈએ કે–ખરું કારણ “શ્રાવકે પહેલાં તેને દુઃખમાંથી બચાવ્યો” એ છે. બદલો લેવાની ઈચ્છાથી ઉત્તમ શ્રાવકેએ કેઈનું કામ કરવુંજ નહિ. જેથી ભવિષ્યમાં “આનું મેં કામ કર્યું હતું તો એણે કંઈ કદર કરી નહિ” ' આ વિચાર ન આવે. કારણ કે કેઈનું આપણે ભલું કરીએ, તેથી પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય, એટલે આ ભવમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org