________________
[૨૨]
શ્રી વિજયપદ્મસુરિજી કૃત સંક્ષેપમાં ઉપદેશ ગુરૂને સાંભળી સંયમ લહી, સુરદ્ધિનો અનુભવ કરી શિમ પામશે કમે દહી. રર૭
અર્થ:-હવે ત્રીજો ઉત્તમ પ્રણામમિત્ર તે જિનેશ્વર ભગવાને કહેલ ધર્મ જાણ. જે ધર્મ ભવ્ય જીવને મરણની છેલ્લી ઘડીએ પણ શરણ લેવાથી સુખને આપનાર થાય છે, તથા હંમેશાં ભય રહિતપણે (નિર્ભય-નીડર) રાખે છે. આ પ્રમાણે જેમ સોમદત્ત પ્રધાનને પ્રથમના બે મિત્રોએ કાંઈ સહાય ન કરી, અને તે પ્રધાન ત્રીજા પ્રણામ મિત્રની મદદથી રાજાને ભય ટાળી નિર્ભય બન્યા. તેમ ધર્મની સોબતથી (સાધના કરવાથી) આત્માનું હિત કરી શકાય છે. એ ટુંકાણમાં ગુરૂને ઉપદેશ સાંભળીને તે પુરેહિતનો પુત્ર દિવાકર ગુરૂની આગળ ચારિત્રને લઈને અને તેની પરમ ઉલ્લાસથી સાધના કરીને ત્યાંથી દેવલોકનાં સુખ જોગવીને અંતે સકલ કર્મોને નાશ કરી મોક્ષ સુખને પામશે. ( આ પ્રમાણે સત્સંગતિનું ફળ જાણીને દરેક ભવ્ય જીવે દિવાકરની જેમ સત્સંગને આદર કરે. એમ આગળના કલાકમાં જણાવે છે.) ૨૨૭. નિજ આત્મહિતને ચાહનારા શ્રાવકે ઉત્તમતણી. સંગતિ સદા કરવી દયા દાક્ષિણ્યતા ધરવી ઘણી; બૈર્ય દુખમાં રાખવું નિત ન્યાય પંથે ચાલવું, બેટાવિચારે છોડવા પ્રિય સત્યહિત મિત બેલવું. રર૮
અર્થ –એ પ્રમાણે ઉપરનું દષ્ટાન્ત સમજીને પિતાનું આત્મકલ્યાણ ઈચ્છનારા શ્રાવકે ઉત્તમ જનેની સબત હંમેશાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org