________________
શ્રી ધર્મજાગરિકા,
[૨૦૧]
આત્મિક જીવનમાં એઘટે નિત્યમિત્ર સમ તનગુરૂ કહે, પિોષાય તે નિત કર્મ કોપે ના જરી મદદે રહે; પર્વ મિત્ર સમા સગાંઓ માત્ર આશ્વાસન દીએ, પણ આત્મહિતનજર કરે સે સ્વાર્થ સંગી જાણુએ. રર૬
અર્થ –જેમ માણસની પાસે દ્રવ્ય હોય છે ત્યારે સ્વાથી માણસોના ટોળાં હંમેશાં તેની પાછળ મિત્રતાને ડાળ કરતાં ફર્યા કરે છે, પરંતુ જ્યારે તે માણસનું દ્રવ્ય ખલાસ થઈ જાય અને તેને જ્યારે મદદની જરૂર હોય ત્યારે તે સ્વાથી તેને એકલા મૂકીને ચાલ્યા જાય છે અને તે નિત્ય મિત્રો તેને કાંઈ કામમાં આવતા નથી. તેની પેઠે આ આત્માને પિતાનું શરીર એ નિત્યમિત્ર જેવું (હંમેશના પરિચયવાળું) જાણવું. જીવ તેને હંમેશાં ઈષ્ટ પદાર્થોથી પોષે છે. આત્મા તેને માટે કંઈ કંઈ જાતનાં પાપકર્મો કરે છે, પરંતુ તે અંત સમયે (મરણ વેલાએ) આત્માની જરા પણ મદદમાં રહેતું નથી. હવે બીજા પર્વ મિત્ર સમાન સગાંઓ જાણવા. તેઓ પણ પિતાના સ્વાર્થ માટે આ જીવની પાસે કંઈ કંઈ જાતનાં પાપ કર્મો કરાવે છે. જ્યારે આ જીવ આપત્તિમાં હોય ત્યારે ઉપરના દેખાવનું આશ્વાસન આપવા સિવાય બીજું કાંઈ પણ આત્મહિત કરતા નથી. માટે આ બંને પ્રકારના મિત્રો સ્વાર્થની સગાઈ રાખનારા જાણવા. ૨૨૬. સુપ્રણામમિત્રજિનેશ ભાષિતધર્મ છેલ્લા પણ ક્ષણે, શરણે જતાં ઘે શર્મને રાખે સદા નિર્ભયપણે;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org