________________
[૨૦૦]
શ્રી વિશ્વસૂરિજી કૃત કરજે. કારણકે આ જીવ નિમિત્તવાસી છે એટલે જેવા નિમિત્ત કારણે મળે તેવા તેવા પરિણામને પામે છે. માટે જે સત્સંગ વગેરે સારાં નિમિત્તોની પ્રાપ્તિ થાય, તે જીવ તેને લઈને સારાં કાર્યો પ્રત્યે પ્રેરાય છે. અને ખરાબ સેબત વગેરે અનિષ્ટ નિમિત્તે મળે, તે જીવ અશુભ અથવા અનુચિત કાર્યો કરવા પ્રેરાય છે. માટે આ જીવ નિમિત્તવાસી છે એ શિખામણના અથવા કલ્યાણના વચનને તું ભૂલીશ નહિ. ૨૨૪. - આ ગાથામાં સત્સંગનું ફળ કેને મળ્યું? તે દષ્ટાંત કહે છે – સત્સંગ ફલ પામ્ય દિવાકર જે પુરેહિત સુત હતા, ત્રણ મિત્રનું દૃષ્ટાંત ગુરૂની પાસ તે અવધારતો નિત્ય પર્વ શ્રેષ્ઠ પ્રણામ મિત્રે સેમદત્ત પ્રધાનના, સંકટ સમયમાં શાંતિ ત્રીજે આપતિ બે સ્વાર્થના. રરપ
અર્થ?—જે પુરેહિતનો પુત્ર દિવાકર નામે હતો તેને સત્સંગનું ફળ આ પ્રમાણે મળ્યું. તેણે ગુરૂ (તેમની પાસે) ની સબત કરવાથી ત્રણ મિત્રનું દષ્ટાન્ત સાંભળ્યું. તે આ પ્રમાણે સોમદત્ત નામના પ્રધાનને ત્રણ મિત્રો હતા. ૧ નિત્યમિત્ર, ૨ પર્વ મિત્ર, અને ૩ ઉત્તમ પ્રણામ મિત્ર. આ ત્રણ મિત્રો પૈકી પ્રથમના બે સ્વાર્થના સગા હતા. અને ત્રીજો પ્રણામ મિત્ર સંકટ વખતમાં (દુઃખના સમયમાં) અપૂર્વ– સંપૂર્ણ શાંતિ આપનાર હતે. ૨૨૫. - આ ત્રણ મિત્રને ઉપનય ગુરૂ મહારાજ આત્મિક જીવનમાં આ પ્રમાણે ઘટાડીને સમજાવે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org