________________
શ્રી ધર્મ જાગરિકા
[૧૯૫] માતા પિતા બે પક્ષના ના ભિન્ન તોયે મુનિ કને, વિસનાર પક્ષી હોય સારો પર વસે હિંસક કને, તે કારણે તે બને સંક્ષેપ આ ચિત્ત ધરી, હે શ્રાદ્ધ! ગુણિનો સંગ કરજે તેહથી દુઃખનહિજરી. ૨૧૭
અર્થ –એક સ્થળે એક પિપટ તથા મેના વસતાં હતાં. તેમને બે બચ્ચાં થયાં. આ પ્રમાણે તે બંનેના માબાપ એક હતા તથા જન્મ પણ સાથે થએલો હતો. તે બંને બચ્ચાઓને પારધીએ પકડીને તેમાંનું એક શેઠને વેચાતું આપ્યું, અને બીજું બચ્ચું હિંસકને આપ્યું. તે શેઠની નજીકમાં મુનિ વસતા હોવાથી તે પક્ષીને મુનિ પાસે વસવાને લાભ મળવાથી તે પક્ષીમાં સારા સંસ્કાર પડ્યા, જેથી ? તે મિષ્ટ વચન બોલે છે, અને આવનાર માણસનું સારા શબ્દો વડે સન્માન કરે છે. અને હિંસક પાસે ગએલું તે પક્ષી હિંસકના જેવું બને છે, અપશબ્દો બોલતાં શીખે છે. એ પ્રમાણે સેબતની અસર પક્ષીઓ ઉપર પણ પડે છે એવું સંક્ષેપમાં કહેલ આ દષ્ટાન્ત હૃદયમાં ધારણ કરીને હેશ્રાવક! તું ગુણીજનની સોબત કરજે જેથી તને જરા પણ દુઃખ થશે નહિ. ૨૧૭. ગુણગણુ ધરી ઉત્તમ બનેલા ભવ્ય કેરી સંગતિ, વાંછિત દીએ શું ના? નરેના ઈષ્ટ સઘલા ઘે અતિ; હલકા વિચારે દૂર કરે ટાળેજ આંતર તિમિરને, તેહી કરાવે ભાન તત્તાતત્ત્વનું સત્સંગીને ૨૧૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org