________________
[૧૨]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત ગણાવી છે. તે ગુણીજનની સોબતથી જરા પણ દેખે (નુકશાન) લાગતો નથી. વળી જૈન ધર્મમાં બુદ્ધિ, ગુણની સબત, વિનયી પુત્ર વગેરે સ્વર્ગ જેવા છ વાનાં કહેલાં છે. તેની અંદર પણ ગુણવાન જનની સોબતની ગણતરી કરેલી
છે. ૨૧૨. આદ કેઈ અપૂર્વ પ્રગટે ચિત્તમાં ગુણિસંગથી, તે કદી પ્રકટે નહિ ઉત્તમ રસાયણ સ્વાદથી; અમૃતથકી નહિ રાજ્યથી નહિતેવળી સુતલાભથી, ચિંતામણિ પ્રમુખે નહિ લાભે ઘણું ગુણિસંગથી. ર૧૩
અર્થ:–ગુણ જનની સોબતથી ચિત્તમાં કઈક અપૂર્વ– (પૂર્વે નહિ અનુભવેલે) તેવા પ્રકારને આલ્હાદ-આનંદ પ્રગટ થાય છે. આ ગુણી જનની સોબતથી જે અપૂર્વ આનંદ પ્રકટે તે આનંદ ઉત્તમ રસાયણના ચાખવાથી પણ કદાપિ પ્રગટ થતો નથી. વળી અમૃતથી, રાજ્યથી, પુત્રના લાભથી અથવા ચિન્તામણિથી પણ ગુણ પુરૂના સંગથી થતા આનંદ સરખે આનંદ પ્રગટ થતો નથી. કારણ કે આ બધી વસ્તુઓની પ્રાપ્તિથી થતો આનંદ પગલિક અને અસ્થિર છે.
જ્યારે ગુણીજનની સોબતથી થતો આનંદ આત્મિક અને સ્થિર છે. વળી ગુણીજનની સોબતથી બીજા પણ ઘણા લાભ થાય છે. ૨૧૩. વિસામારૂપ-આશ્રયનું સ્થાન હોવાથી વિશ્રામભૂમિ કહેલી છે. જુઓ સૂક્તમુક્તાવલી પાનું ૩૫. બ્લેક ૨૧ મો. 1. ૨. સૂકત મુ. પાનું ૩૫ મું - રર મો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org