________________
[૧૮૮]
શ્રી વિજયેન્દ્રસૂરિજી કૃત આચાર્ય મહારાજ શ્રી મલયગિરિજીએ ચેથા ઉપાંગ
सर्वस्यापि प्रियहितवचो भावना चात्मतत्त्वे,
संपद्यन्ताम् मम भवभवे यावदाप्तोऽपवर्गः ॥१॥ ૧. આચાર્ય મહારાજ શ્રી મલયગિરિજી મહારાજની જન્મભૂમિ આદિની બીના મલી શકતી નથી. પરંતુ પરમહંત રાજર્ષિ પરમ શ્રાવક કુમારપાલ રાજાને પ્રતિબોધ પમાડનાર કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમયમાં તેઓશ્રી હયાત હતા, એમ શ્રી જિનમંડનગણિએ બનાવેલ કુમારપાલ ચરિત્રમાં આપેલી આ નીચેની હકીકત ઉપરથી જાણું શકાય છે-“એક વખત પૂજ્યપાદ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ બીજા ગચ્છના શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ અને શ્રી મલયગિરિજી મહારાજની સાથે કલાકુશલતાદિ પ્રયોજનથી ગડ દેશમાં વિહાર કર્યો. તે અવસરે શ્રી રૈવતક (ગિરિનાર) ગિરિની ઉપર ઉત્તરસાધક પદ્મિની સ્ત્રીની સાક્ષિએ પરમ પ્રભાવક કલિકાલ લેકેત્તર કલ્પવૃક્ષ શ્રી સિદ્ધચક્રની આરાધના કરી, ત્યારે ઇંદ્રના સામાનિકદેવ શ્રી સિદ્ધચક્રાધિષ્ઠાયક શ્રી વિમલેશ્વરદેવે પ્રત્યક્ષ થઈને ત્રણે પૂજ્ય પુરૂષોને વરદાન માગવા કહ્યું. તેમાં (૧) શ્રી હેમચંદ્રાચાર્યો
રાજાને પ્રતિબંધ કરી શકવાનું વરદાન માગ્યું. (૨) અને શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજે “ઉપદ્રવવાળી કાંતિનગરીથી જિનમંદિરને નિરૂપદ્રવ સ્થાનકે લઈ જવાનું વરદાન માગ્યું. (૩) તથા આચાર્ય શ્રી મલયગિરિજી મહારાજે “શ્રી જૈન સિદ્ધાંત ગ્રંથની ઉપર સરલ સુબેધક ટીકા કરવાનું” વરદાન માગ્યું. આ પાઠ ઉપરથી બારમા સૈકાની છેવટના ભાગમાં અને તેરમા સૈકાની શરૂઆતમાં શ્રીમન્મલયગિરિજી મહારાજની હયાતિ કહી શકાય. તેમજ ઐતિહાસિક ગ્રંથેના સૂક્ષ્મ અવલોકનથી નિઃશંક કહી શકાય છે કે તેઓશ્રી એક અપૂર્વ પ્રસિદ્ધ ટીકાકાર હતા. અને એ તે મને અનુભવસિદ્ધ છે કે આ આચાર્યજીની ટીકા બનાવવાની ભવ્ય સરલ પ્રણાલિકા મારા જેવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org