________________
[૧૬]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત
કાતર અખંડ વસ્ત્રના કકડા કરે છે તેવી રીતે દુજના જ્યાં
જ્યાં જાય ત્યાં નારદપણું કરી ભેદ પડાવે છે. ત્યારે સર્જન, પુરૂષે જેમ સોય-કાતરથી થયેલા વસ્ત્રના ખંડને સાંધીને એક બનાવે છે તેમ જ્યાં જ્યાં જાય ત્યાં ભેદ-કુસંપ દૂર કરાવે છે માટે સજ્જનને સોય સમાન કહ્યા છે. ૨૦૬ " - સાચી આંખ કઈ? તેથી લાભ શે? તે જણાવે છે – પ્રથમ આંખ વિવેક બીજી આંખ ગુણિજન સંગતિ, જસ પાસ બેમાંની ન એક તાસ ઉન્મા ગતિ; સન્માર્ગે ગતિ હવે વિવેકે તિમ વિવેકી સંગથી, જીવ તન જાદા સ્વભાવે એમ બોધ વિવેકથી. ૨૦૭
અર્થ:–મનુષ્યને જે ચક્ષુઓ છે તે ચર્મચક્ષુ કહેલી છે. પણ ખરી ચક્ષુ તે એક વિવેકરૂપી આંખને કહી છે, અને બીજી આંખ તે ગુણવાન માણસોની સોબતને કહી છે. આ બે પ્રકારની આંખમાંથી જેની પાસે એકે આંખ નથી તેઓ ઉન્માર્ગે–અવળે માર્ગે ગમન કરનારા થાય છે. કારણ કે વિવેકથી સન્માર્ગે-સવળા અથવા સાચા માગે ગતિ થાય છે અથવા વિવેકીની સેબતથી સન્માર્ગે ગતિ થાય છે. અહીં જીવ તથા શરીર સ્વભાવે જુદા છે એવું જ્ઞાન વિવેકથી પ્રકટ થાય છે. ૨૦૭
ક્યા મહાપુરૂષે સત્સંગને અંતિમ કાલે ચાલે? તે જણાવે છે – શાસ્ત્રનો અભ્યાસ જિનપદ નતિસુસંગતિઆર્યની, દોષવાદે મન ગુણગણ વારતા શુભ વૃત્તની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org