________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૧૮૩ ]
વધ હાવે મૃત્તિકા ગંગા તણા સંગે કરી, જિનવર થશે નવ ભવ્ય જીવા વીરપ્રભુ સગે કરી. ૨૦૩
અર્થ :—ગુણવંતની સેાખતથી ગુણુ રહિત પણું ગુણવાન તથા પૂજનીય થાય છે. જીએ-મેઘની (વાદળાંની) વચ્ચે રહેવાથી હરિખાણ–ઇન્દ્રધનુષ્ય અથવા મેઘ ધનુષ્ય શાભાને પામે છે. માટે ગુણવાનની સે!ખતથી સંપૂર્ણ લાભ થાય છે તેમાં જરા પણ નવાઈ નથી. વળી પવિત્ર ગંગા નદીની સામતથી ત્યાંની માટી પણ વન્દ્વનીય થાય છે. તથા ચરમ જિનવર શ્રી વીર પ્રભુની સેાખતથી નવ ભવ્ય જીવે! આવતી ચાવીસીમાં તીર્થંકરા થવાના છે. ૨૦૩.
મહિમા લહે લઘુ માન્યસગે જેમ શશીના સંગથી, મૃગ ગગન લધે શકય કાય અનેજ ગુણિના સંગથી; સુખડ શીતલ તેહથી પણ ચંદ્ર શીતલ બુધ ગણે, તેથી અધિક શીત સર્વાંગ ગુણિના વિશ્ર્વ ટાળે ક્ષણે ક્ષણે, ૨૦૪
અર્થ:—માન આપવા લાયક સત્પુરૂષાના સંગથી (ગુણીજનની સામતથી) લઘુ (નાના-હલકા) જન પણ મેાટા
૧. વર્તમાન શાસન નાયક શ્રી વીર પ્રભુની સેાબતની તીર્થંકર થનારાં ૯ જણનાં નામ આ પ્રમાણે:—૧ શ્રેણિક, ૨ સુપા, ૩ ઉદાયી, ૪ પાટ્ટિલ, ૫ પેઢાલ, ૬ શંખ, છ શતક, ૮ સુલસા, ૯ રૈવતી. આ નવેના જીવનચરિત્ર માટે શ્રી સ્થાનાંગસૂત્રના નવમા અધ્યયનાદિત અનુસારે લખેલ ‘શ્રી તીર્થંકર નામ કર્માં ' આ નામને લેખ વાંચવાની ભલામણુ કરૂં છું. તે લેખ ‘શ્રી જૈન સત્ય પ્રકાશ માસિકમાં છપાયા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org