________________
શ્રી ધર્મજાગરિકા
[ ૧૭ ] કરનારા, વિટ એટલે ભાંડ, ભવૈયા, વગેરે તથા પારકાની સ્ત્રીનો સંગ કરનારા તેમજ જુગારીઓની સોબત શ્રાવકે કરવી નહિ. કારણ કે તેવાઓની સબત કરવાથી ખરેખર ધર્મની નિન્દા થાય છે. તેવી સોબતથી આ લેક અને પરલેક એમ બંને લોકમાં અત્યન્ત ભયંકર દુ:ખની પરંપરાની પ્રાપ્તિ થાય છે. માટે ભવ્ય શ્રાવકેએ તેવાઓની સોબત કદાપિ કરવી નહિ. ૧૯૭.
નીચની સબત શા માટે ન કરવી તે દષ્ટાન્તો દઈને સમજાવે છે – વ્યાધિ મરણ દરિદ્રતા નિજ વાસ અટવીમાં વરે, પણનીચસંગ ઉચિત નહીવિષ વેગથી આ આકરા સહવાસથી ગુણ દોષ પ્રકટે તલ સુગંધી પુષ્પથી, આમ્રમાં કડવાશ આવી નિંબ કેરા સંગથી. ૧૯૮
અર્થ –આ જીવને વ્યાધિ-રેગ, મરણ, ગરીબાઈ તથા જંગલમાં રહેવાનું પ્રાપ્ત થાય તે સારું છે. પણ વિષ વેગ એટલે ઝેરના વેગથી પણ આકરે (તીવ્ર દુ:ખદાઈ) ભયંકર નીચને સંગ (સેબત) કરે તે કઈ રીતે યોગ્ય નથી. કારણ કે વિષને વેગ એકજ ભવનું મરણ આપનાર છે ત્યારે નીચની સબત આ જીવને ભવોભવ-ઘણું ભવ સુધી દુર્ગતિ આપનારી થાય છે. કહેવત છે કે “સબત તેવી અસર માટે સારી સોબતથી ગુણો અને ખરાબ સબતથી દોષ પ્રકટે છે, તેથી નીચની સબત તજવા ગ્ય કહી છે. આ બાબત જુએ દષ્ટાંત–ઉત્તમ પુષ્પની સેબતથી તલમાં સુગન્ધી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org