________________
[૧૭૮]
શ્રી વિજયપધ્ધસૂરિજી કૃત કરૂણા વિનય સરલ સ્વભાવે નિરભિમાન દશા ધરે, ચઉ કારણે મનુજાય બાંધી મનુજ ગતિમાં સંચરે; સંયમ સરાગ અણુવ્રત નિષ્કામ નિર્જરણા બેલે, વળી બાલતા ચઉ કારણે ગતિદેવની જીવને મલે. ૧૯૬
અર્થ –મનુષ્પાયુ બાંધવાના પણ મુખ્ય ચાર હેતુઓ છે. તે આ પ્રમાણે–૧ કરૂણા-દુખી જીવો ઉપર દયા ભાવ રાખવો તે. ૨ વિનય-ગુરૂ તથા વડેરાને વિવેક મર્યાદા વગેરે સાચવવી તે. ૩ સરલ સ્વભાવ-કપટ રહિતપણું. તથા ૪ નિરભિમાન દશા–અહંકારનો ત્યાગ. આ ચાર મુખ્ય કાર
થી મનુષ્યાય બાંધીને જીવ મનુષ્યગતિમાં જાય છે. તથા ૧ સરાગસંયમની સાધના. ૨ અણુવ્રત-શ્રાવકનાં વ્રતો. (દેશવિરતિ)ની આરાધના. ૩ નિષ્કામ નિર્જરા અથવા અકામ નિજર. ૪ બાલ તપ-અજ્ઞાન તપસ્યા એ ચાર હેતુઓથી જીવને દેવગતિની પ્રાપ્તિ થાય છે. ૧૯.
શ્રાવકે કેવું કાર્ય કરવું જોઈએ? અને કોની સોબત ન કરવી? તે આ ગાથામાં જણાવે છે :– અબુધ ન કરે ધર્મ કેરી જેમ નિંદા તે કિયા, શ્રાવક કરે નટ વિટ પરસ્ત્રી સંગિ તેમ જુગારિયા એવા તણા સંગે ખચિત હોજ નિંદા ધર્મની, ઉભય લકે શ્રેણિ પામે આકરા બહુ દુઃખની. ૧૭
અર્થ:–અબુધ એટલે અજ્ઞાની છે પણ ધર્મની નિન્દા ન કરે તેવી ક્રિયા શ્રાવકે કરવી. વળી નટ એટલે નાટક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org