________________
[ ૧૭૬]
શ્રી વિજ્યપદ્ધસૂરિજી કૃત થએલા છે. માટે જ્યાં સુધી પિતાને સ્વાર્થ સધાશે ત્યાં સુધી જ તારી આગળ રહેનારાં છે. માટે તેમને પંખીના મેળા સમાન જાણજે. જેમ સાંજે ચારે બાજુથી આવીને ઝાડ ઉપર પક્ષીઓ ભેગાં થાય છે અને સવાર પડતાંજ ચારે દિશાઓમાં વિખરાઈ જાય છે. અને ઝાડ તે એક્લને એકલુંજ રહે છે. તેવી જ સ્થિતિ અહીં તારી સમજવી. ૧૯૩.
આ ગાથામાં ક્યાં કાર્યો કરનાર જીવ નરકનું આયુષ્ય બાંધે છે તે જણાવે છે – પ્રભુ વિર બારે પર્ષદામાં મધુર સ્વરથી ઈમ કહે, ચ કારણે જીવે ઘણું એ નરક પીડાને લહે; આરંભ બહુ મમતા ઘણી હિંસા કરે પંચિંદ્રિની, આહાર કરતાં માંસને પામે યુપીડા નરકની. ૧૯૪
અર્થ –શ્રી મહાવીર પરમાત્મા બાર પ્રકારની સભામાં મધુર સ્વરથી આ પ્રમાણે કહે છે. ઘણું છે મુખ્ય ચાર હિતુઓથી નરકની પીડાને પામે છે. એટલે ચાર હેતુઓ વડે નરકનું આયુષ્ય બંધાય છે. ૧ આરંભ (જેથી ઘણા ને ઘાત થાય તેવાં કાર્યો) વડે. ૨. બહુ મમતા (ધન ધાન્યાદિક પરિગ્રહ ઉપર અત્યંત મમત્વ) વડે. ૩. પંચેન્દ્રિય જીવોની
૧. બાર પ્રકારની સભા આ પ્રમાણે–ભુવનપતિ, વ્યન્તર, જ્યોતિષી અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવ અને ચાર પ્રકારની દેવીઓ મળી આઠ, તથા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર મળી કુલ ૧૨ પ્રકારની પર્ષદા જાણવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org