________________
શ્રી ધર્મજાગરિકો
[૧૫] કુટુંબ પરિવારના માટે ખરી સમજણને દૂર કરીને મહા આરંભના વ્યાપારે-જેવા કે મીલ જીન તથા ખેતી વગેરેના કરે છે, જેમાં ઘણું જીવની હિંસા થતી હોવાથી તેવા વ્યાપાર કરનારને ઘણે પાપબંધ થાય છે. પરંતુ જે કુટુંબ કબીલા માટે આવા પ્રકારનાં આકરાં પાપકર્મો કર્યા છે તેઓ આરંભના કાર્ય કરનારને બાંધેલ પાપકર્મોના ઉદયથી દુઃખને સમય આવે છે ત્યારે તેના દુઃખમાં જરા જેટલો પણ ભાગ લેતા નથી. માટે હે જીવ! પાપકર્મો કરતાં પહેલાં ચેત અને તેવા કર્મોથી પાછો ફર. ૧૨.
ચાલુ પ્રસંગે વિવેકથી આવી વિચારણા કરવી જોઈએ –
કર્મો કરીને મેળવેલી માલ મિલકત પામવા, પુત્રે જઈ કોરટ વિષે ઝગડાજ કરશે નવનવા ધન ભાગ લેશે તે બધા ના ભાગ લેશે કર્મને, સિા સ્વાર્થના ભેગા ભળ્યા મેળો સમજજે પંખીને. ૧૯૩
અર્થ:–વળી પાપ કર્મો કરીને એકઠાં કરેલ ધન દેલત મેળવવા માટે તારીજ પત્ર કોર્ટમાં જઈને નવા નવા પ્રકારના ઝઘડાઓ કરશે. અને તેંજ મેળવેલા ધનની અંદરથી ભાગ લઈને તારા શત્રુ જેવા બનીને જુદા રહેશે. પણ તેં કરેલા કર્મમાંથી જરા પણ ભાગ લેશે નહિ. પરંતુ કહેશે કે પિત કર્યા છે તેવાં તે ભગવશે. આપણને એમાં શું? માટે હે ભાઈ! તું સમજ કે જે પુત્ર સ્ત્રી પરિવાર વગેરે જેમને તે તારા માનેલાં છે ને તે સૌ સ્વાર્થ માટેજ ભેગા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org