________________
શ્રી ધર્મજાગરિકા
[૧૭૩] ખાતર તણું બાકા વિષે અંદર અને વળી બહારથી, પકડાયેલો જિમ ચેર દુખી હોયતનિજ કર્મથી; તિમ જીવ પોતે આચરેલા કર્મના ઉદયે સહે, પીડા ઘણું જે દેખતાં ડાહ્યા જ કરૂણ લહે. ૧૦
અર્થ:–જેવી રીતે પિતેજ ખાતર પાડવા કરેલા છીંડામાં અંદરથી અને બહારથી સપડાએ ચાર દુઃખી થાય, તેવી રીતે જીવ પણ પોતેજ કરેલા કર્મના ઉદયથી ઘણા પ્રકારની વેદનાઓ સહન કરે છે. જે જોઈને ડાહ્યા મનુષ્યના મનમાં ઘણું દયા ઉત્પન્ન થાય છે. ૧૯૦.
કર્મ બાંધતાંજ જરૂર ચેતવું જોઈએ એ જણાવે છે – અજ્ઞાનથી બાંધ્યાં કુકર્મો ભેગવ્યા વિણ ના ખસે, પ્રજ્ઞાપના સૂત્રે કહ્યું અનુભૂતિ કર્મ દલિક ખસે;
૧. બે ચારે રાત્રીએ ચોરી કરવા નીકળ્યા. એક શેઠના મકા નમાં ચોરી કરવા માટે ખાતરીયાથી બકેરૂં પાડયું, પછી એક ચોર બાકારામાં માથું નાંખી અડધે અંદર પેઠે. આ દરમિઆન શેઠ જાગી ગયા. તેમણે બારામાંથી અંદર પેસતા ચોરને દીઠે, તેથી ઉઠીને બાફેરામાંથી અંદર આવેલું ચેરનું માથું પકડ્યું. બહાર ઉભેલા ચેરને આ વાતની જાણ થતાં તે બારામાં રહેલા ચોરના પગ પકડીને બહારની બાજુ ખેંચવા લાગ્યા. આ પ્રમાણે શેઠ તેને અંદર ખેંચવા પ્રયત્ન કરે છે અને બહાર રહેલો ચોર તેને બહાર કાઢવા માટે બહારથી ખેંચે છે. એવી રીતે પોતે જ પાડેલા બાકોરામાં સપડાએલે તે ચોર અંદરથી અને બહારથી ખેંચાતાં ઘણે ઠેકાણે ઉઝરડા ભરાવા વિગેરે દુઃખથી દુઃખી થશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org