________________
-
-
[૧૭]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત અર્થ: ધનજ લોકમાં ઉત્તમ છે. જે માણસ પાસે ધન હોય છે તેજ લકમાં ઉત્તમ મનાય છે. ધન હોય તો નીચ માણસ પણ ઉંચ બને છે. ધનથી સંકટને નાશ કરી શકાય છે. માટે આ દુનીયામાં એક ધનજ સાર છે અથવા પૈસેજ મારે પરમેશ્વર છે તેથી એક તાન થઈને દ્રવ્ય પેદા કરવું. આવા વિચાર કરીને દુષ્ટ બુદ્ધિને વશ થઈને જે અનેક પ્રકારના આકરા નિંદનીય છળ કપટ કરે. તથા સરળતાને પેટે આડંબર કરીને ઘરાકોને વિશ્વાસ પમાડીને જે મનુષ્ય ધન પેદા કરે છે. ૧૮૮.
તેવા જીવોની શી દશા થાય? તે જણાવે છે – બહુ જીવ સાથે વેર બાંધી ભેગમાં પ્રીતિ ધરી, તે દુર્ગતિમાં સંચરે જ્યાં વેદનાઓ આકરી; ધન હેતુ વધ બંધાદિને ધન કુગતિદાયક ઈમ કલી, ના માનજે પુરૂષાર્થ ધનને ધર્મ સાધક તું જરી. ૧૮૯
અર્થ:–પૂર્વે કહેલી ગાથામાં કહ્યા પ્રમાણે અનેક જીવોને છેતરીને ઘણું જીવન સાથે વેર બાંધનારા છ વળી સાંસારિક વિષયમાં આસક્તિ ધારણ કરનારા લોભી મનુષ્ય નરકાદિ દુર્ગતિઓમાં જાય છે. જ્યાં ઘણું આકરી-દુઃખે સહન કરાય તેવી વેદનાઓ ભેગવવી પડે છે. માટે હે જીવ! ધનને માટે જીના વધ બંધન વગેરે કરવા પડતાં હોવાથી ધન દુર્ગતિને આપનાર છે એમ જાણુને ધન રૂપી પુરૂષાર્થને તું જરા પણ ધર્મની સાધનામાં મદદગાર માનીશ નહિ. ૧૮૯.
૧. પુરૂષાર્થ ચાર પ્રકારના પુરૂષાર્થ છે– ધર્મ, ૨ અર્થ, ૩ કામ, અને ૪ મોક્ષ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org