________________
શ્રી ધર્મજાગરિકા
[૧૭૧] સામા તણી દેખી હવેલી ઝુંપડી ના તોડવી, અન્યાયી જન બહુ દ્રવ્ય પામે પણ શકે ના ભેગવી; કાતર યથા કોપેજ મલમલ તેમ માદરપાટને, તિમ પાપ કાતર ન તજે નિધન અને ધનવાનને. ૧૮૭
અર્થ–સામા માણસની હવેલી જોઈને પિતાની ઝુંપડી પાડી નાખવાની મૂર્ખાઈ ન કરવી. કારણ કે ઝુંપડી પાડવાથી હવેલી બનતી નથી અને પિતાની ઝુંપડીને નાશ થાય છે. તેવી જ રીતે સામે માણસ અન્યાય કરીને ઘણું ધન કમાય છે માટે હું પણ અન્યાય કરીને ઘરાકોને છેતરીને ઘણું ધન કમાઉં એવો વિચાર પણ મનમાં ન લાવો. કારણ કે ધન મળવું અગર ન મળવું તે અન્યાયને આધીન નથી, પણ ભાગ્યાધીન છે. અને ન્યાયથીજ ભાગ્ય વધે છે. કદાચ અન્યાય કરનાર માણસ પૂર્વના પુણ્યયોગે ઘણું ધન પેદા કરે તો પણ તે જોગવી શકતો નથી. જરૂર યાદ રાખવું કે જેમ કાતર મલમલને જલ્દી કાપે છે તેમ માદરપટને પણ મેડા કાપે છે, તેમ પાપરૂપી કાતર પણ ધનવાન અથવા ધન રહિતને છોડતી નથી. અર્થાત્ પાપ કરનારને પાપનું ફળ ભેગવવું જ પડે છે. ૧૮૭.
અન્યાયી લેકે લેભથી આવા વિચારો કરે છે – ધનતેજ ઉત્તમ લેકમાં ઉંચ નીચ પણ ધનથી બને, ધનથી જ કષ્ટ હણાય તેથી ધન કમાવું ઈ મને; એવું વિચારી કુમતિ વશ થઈ કરીપ્રપંચે આકરા, દેખાવ ઋજુતાનો કરીને ધન ઉપજે જે નર. ૧૮૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org