________________
[૧૭૦]
શ્રી વિજયપધસૂરિજી કૃત
સદાચારને ધારણ કરીને સુરશ એટલે દેવલોકનાં સુખ તથા, શિવસંપદ એટલે મોક્ષની સંપત્તિને મેળવે છે. આવાજ સદાચારીને છેદ સૂત્રમાં પૂર્વાચાર્યોએ પ્રવચનના-શાસનના પ્રભાવક કહેલા છે. આ પ્રમાણે સરલ વ્યવહારનું પરંપરાએ ફળ હેવાથી સજજન પુરૂષ ધર્મમાં બાધા કરનાર વકતાકપટને શા માટે ધારણ કરે? અર્થાત્ સજ્જન પુરૂષ કપટને ધારણ નજ કરે. ૧૮૫. આહારને અનુસાર બુદ્ધિ તે પ્રમાણે ગતિ મળે, પાપ ભય દીલ રાખનારે દુર્ગતિમાં ના ફરે; અન્યાય સાધી મેળવેલું દ્રવ્ય બહુ ક્ષણ ના ટકે, અલ્પાયુ તેવા પરભવે હવે નિરય તિર્યંચ કે. ૧૮૬,
અથ–આહારના અનુસારે બુદ્ધિ હોય છે. કારણ
નારા છે તેઓની બુદ્ધિ સન્માર્ગે જનારી હોય છે. કહેવત છે કે-આહાર તેવો ઓડકાર, અને બુદ્ધિ પ્રમાણે ગતિ કહી છે તેથીજ “મતિ તેવી ગતિ” એવી કહેવત છે. માટે જે માણસ પોતાના હૃદયમાં પાપને ભય રાખનારે છે તે નરકાદિ, દુર્ગતિમાં રખડતો નથી. વળી અન્યાય કરીને મેળવેલું ધન લાંબે વખત ટકતું નથી માટે અન્યાયથી ધન મેળવનારા પરભવમાં ટુંકા આયુષ્યવાળા થાય છે અથવા તે નારકી અગર તિર્યંચના ભવને પામે છે. ૧૮૬. - હવે અન્યાયનું ફલ કહે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org