________________
શ્રી ધર્મજગરિકા
[૧૯] મન વચન કાયાની સરલતા શુદ્ધિ વ્યવહારની, ધર્મ કેરૂં મૂલ એ એથી જ શુદ્ધિ ધર્મની, વ્યવહાર ચેખે રાખનારા અર્થ ચેખે મેળવે, આહાર શુદ્ધિ એમ હોતાં દેહ શુદ્ધિ જાળવે. ૧૮૪
અર્થ–મન વચન અને કાયાની જે સરલતા અથવા કપટ રહિતપણું તે વ્યવહારની શુદ્ધિ કહેવાય છે. પણ જેઓના મનમાં કાંઈ હોય, બેલવામાં કાંઈ હોય અને કાયાથી આચરવામાં તેથી જુદું જ હોય તેઓ દુજેન ગણાય છે અને તેના ઉપર લોકો વિશ્વાસ રાખતા નથી. માટે વેપાર કરતાં વ્યવહાર શુદ્ધિ અવશ્ય રાખવી. અને સરલતા એ ધર્મનું મૂલ છે તેથી જ ધર્મની શુદ્ધિ છે. જેઓ કૂડ કપટ તથા વિશ્વાસભંગ વગેરે કર્યા વિના ચખો–સાફ વ્યવહાર રાખે છે તેઓ દ્રવ્ય પણ ચોખ્ખું–નીતિનું મેળવે છે. જેઓ ન્યાય માગે દ્રવ્ય કમાય તેઓજ આહાર શુદ્ધિ રાખનારા છે. અને જેઓ આહાર શુદ્ધિ સાચવે છે તેઓ જ શરીર શુદ્ધિ જાળવી શકે છે. ૧૮૪. શુદ્ધદેહી ધર્મલાયક નિજ ક્રિયા સફલી કરે, તપનિયમ શીલ ગુણનેધરી સુરશર્મ શિવસંપદ વરે, પ્રવચન પ્રભાવક એહ ભાખે છેદ સૂત્રે ગુરૂવારે, ધર્મ બાધક વકતાને કેમ સજજન દીલ ધરે. ૧૮૫
અર્થ –જે શુદ્ધ દેહી ( ખા શરીરવાળા) હોય છે તેને જ ધર્મ લાયક કહ્યો છે. અને તેની કરેલી ક્રિયા પણ સફલ–ફળ આપનારી છે. તે જ જીવ તપ, નિયમ તથા શીલ–
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org