________________
[૧૬૮ ]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત વિકટ કમીદાન છોડે કૂટ તેલા પરિહરે, ઓછું દીએન લીએ અધિક નહિ ભેળસેળ કદીકરે; કૂડાં ન માપાં માન રાખે કૂટ કર્યા વિક્રય તજે,
અર્થ -શ્રાવકે આકરાં કર્માદાનનો ત્યાગ કરો. કારણ કે તેથી ઘણા જીને ઘાત થાય છે. વળી ખોટા તેલને ત્યાગ કરવો. જેખવામાં અથવા માપવામાં ઓછું ન આપવું. તેમજ લેતી વખતે છેતરીને વધારે લેવું નહિ. વળી માલમાં ભેળસેળ કરીને વેચવું નહિ. સમજુ શ્રાવકે માપવાના માપાં તથા વાર, ગજ વગેરે માપ તે ખોટાં રાખે નહિ. ખરીદ કરવામાં તેમજ વેચવામાં કપટનો ત્યાગ કરે. જે ઘરાકને છેતરતો નથી તેના ઘરાકની વૃદ્ધિ થાય છે અને તેના ઉપર લેકે વિશ્વાસ રાખે છે. એ પ્રમાણે આ લેકમાં નિંદવા યોગ્ય અને પર લેકમાં દુઃખદાયી એવા કૂડ કપટવાળા વ્યાપારને ત્યાગ કરવાથી તે શ્રાવક સુખને ભેગવનારે થાય છે. ૧૮૩.
આ ગાથામાં વ્યવહાર શુદ્ધિને અર્થ તથા વ્યવહાર શુદ્ધિને લાભ સમજાવે છે –
૧. કર્માદાન–જે વેપાર અથવા ધંધામાં (જીવ હિંસાદિ) ઘણે આરંભ કરવો પડતો હોવાથી તેમાં ઘણું જીવોની હિંસા થાય, જેથી ઘણું કર્મનું આદાન-આવવું થતું હોવાથી કર્માદાન કહેવાય છે. તે પંદર છે. અંગાર કર્મ વગેરે પાંચ કર્મ, લાખને વેપાર વગેરે પાંચ કુવાણિજ્ય તથા યંત્રપિલ્લણ કર્મ વગેરે બીજા પાંચ મળીને કુલ ૧૫ કર્માદાન છે. તેને શ્રાવકે ત્યાગ કરવો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org