________________
શ્રી ધર્મજાગરિકા
[ ૧૬૭ ]
સંસાર સમુદ્રને તરી શકે છે. માટે જિનવચનમાં ઘણે આદરભાવ રાખ. ૧૮૧.
એવી રીતે ગુરૂ મહારાજ આગળ સિદ્ધાન્તના શ્રવણનું ફલ કહ્યું. તે શ્રવણ કર્યા પછી શ્રાવકે શું શું કરવું ? તે આ ગાથામાં કહે છે – ગુરૂદેશના એવી સુણી જોડાય શુભ વ્યવહારમાં, ત્યાં ધર્મ કુલને સાચવે રાખે ન મન કૂટ યુગમાં સમકિતવંતા જીવડા અણછૂટકે વ્યાપારમાં, જોડાય મન અલગા રહે જિમ ધાવ રાજકુમારમાં. ૧૮૨
અર્થ એવી હિતકારી ગુરૂ મહારાજના મુખેથી દેશના-ઉપદેશ સાંભળ્યા પછી શ્રાવક પિતાના જે શુભ વ્યવહાર કર્યો વેપારાદિક તેમાં જોડાય. ત્યાં પણ પોતાના ધર્મની મર્યાદાને અને કુલની મર્યાદાને સાચવીને મનમાં ફૂડ કપટ રાખે નહિ. અથવા વેપાર કરતાં ઓછું આપવું, વધારે લેવું, કહ્યા પ્રમાણે માલ ન આપવો, અજાણે જાણીને ભાવમાં છેતરવું, છેતરપિંડી કરવી, જૂઠ બોલવું વગેરેને ત્યાગ કરી નીતિમાર્ગે દ્રવ્ય ઉપાર્જન કરે. સમકિતવંતા છે ના છુટકેજ (આજીવિકા ચલાવવા પૂરતાજ) વ્યાપારમાં જોડાય છે. પણ મનમાં તે ચારિત્રની ઈચ્છા રાખીને ન્યારા હાય છે. જેમ રાજકુંવરને ધવરાવતાં છતાં પણ ધાવનું મન તો પિતાના પુત્રને વિષે હોય છે. તેમ શ્રાવકે જરૂર સર્વવિરતિ ચારિત્ર તરફ લક્ષ્ય રાખવું જોઈએ. ૧૮૨.
શ્રાવકે કેવી જાતના વેપાર ન કરવા તથા વેપાર કેવી રીતે કરે તે કહે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org