________________
[૧૬]
શ્રી વિજ્યપદ્રસૂરિજી કૃત ટાઈમે ખાઈ શકાય છે. વળી જેઓ જિન વચન સાંભળે છે તેઓ અંધ થતા નથી. અને મુકતા-બહેરાપણું પામતા નથી. જડપણું પામતા નથી. મતિમંદતા અથવા બુદ્ધિની ઓછાશને પામતા નથી. તથા અમૃત અને રસાયણ સમાન જિનેશ્વરના વચનના સાંભળનારા ભવ્ય જી મરણને (ઉપલક્ષણથી જન્મન) ભય પણ જરૂર ટાળે છે. ૧૮૦. બુદ્ધિની મુંઝવણ ટળે ઉન્માર્ગથી સવળા કરે, સંવેગ સમ ગુણઝટ પમાડે હર્ષ સાત્વિકથીર મળે; સુલભ સુરતરુ કામઘટ ચિંતામણિ ભવ સાગરે, અત્યંત દુર્લભ જિનવચનરૂપવહાણથી ભવિજનતરે. ૧૮૧
અર્થ:–વળી જિનેશ્વરના વચન સાંભળનાર ભવ્ય જીની બુદ્ધિની મુંઝવણ-અમુઝણ (અમુક પ્રસંગે શું કરવું? વિગેરે) દૂર થાય છે. જિનવચન ઉન્માર્ગ–અવળે માગે જનારને સવળા કરે-સીધા માગે અથવા સાચા માર્ગમાં લાવે છે. વળી સંવેગ-સંસારના વિષયસુખો પ્રત્યે ઉદાસીનતા અને મેક્ષાભિલાષ તથા સમગુણ એટલે સમતાભાવ અથવા રાગદ્વેષની એાછાશ જલ્દી પ્રકટ કરે છે. તથા જિનવચનના શ્રવણથી સાત્વિક હર્ષ જે જ્ઞાનાદિક ગુણોની રમણુતારૂપ છે તેની સ્થિરતા થાય છે. વળી સંસારરૂપ સમુદ્રમાં સુરતરૂ– કલ્પવૃક્ષ કામઘટ-કામકુંભ (ઈષ્ટ આપનાર ઘટ) તેમજ ચિન્તામણિ રત્ન એ બધા મળવા સુલભ છે પણ જિનવચન મળવું દુર્લભ છે. આવા પ્રકારના ઘણી મુશ્કેલીથી મેળવાય તેવા જિનેશ્વરના વચનરૂપી વહાણને મેળવીને ભવ્યજન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org