________________
[ ૧૬૨ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
જિનવાણી સાંભળવાથી ઇષ્ટપ્રાપ્તિ ઉપર અવંતીસુકુમાલનું હૃષ્ટાન્ત કહે છે:
નલિની ગુલ્મ વિમાનના અધ્યયનની આવૃત્તિને, રાતે કરે મુનિરાજ સુણતાં અતિ સુકુમાલને; જાતિ સ્મરણ પ્રગટે ગુરૂની પાસ હેશે આવતા, એ વિમાન તણા સુખા શાથી મળે ? ઈમ પૂછતાં. ૧૯૪ અર્થ :-રાત્રીએ મુનિરાજ “ નલિનીગુલ્મ નામના વિમાનના અધ્યયનનું ” પુનરાવર્તન (આવૃત્તિ) કરતા હતા જે સાંભળીને અવતાસુકુમાલને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. પછીથી ગુરૂની પાસે હર્ષ પૂર્વક આવીને એવિમાનનાં સુખાની પ્રાપ્તિ કેવી રીતે થાય ? એ પ્રમાણે ગુરૂને પૂછવા લાગ્યા. ૧૭૪ સંયમ વિના એ ના મળે ઉત્તર ગુરૂ એવા દીએ, પણ ત્યાં જવાની તીવ્ર ઈચ્છા તેથી સંયમ લોએ; આણુ ગુરૂની મેળવી શમશાન કાઉસ્સગે રહે, શીયાલણી તન ખાય તેાએ પૂર્ણ સમતાએ સહે. ૧૯૫
અ:—અવંતી સુકુમાલના પ્રશ્નના જવાખમાં ગુરૂએ જવાબ આપ્યા કે ચારિત્ર વિના એની પ્રાપ્તિ નથી. અવંતી સુકુમાલને ત્યાં જવાની અત્યંત ઇચ્છા હેાવાથી તેમણે ગુરૂની પાસે ચારિત્ર લીધું. ત્યાર પછી ગુરૂની આજ્ઞા લઇને શ્મશાનમાં જઈને કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા છે. ત્યાં ( પૂર્વ ભવની શત્રુ) શીયાલણી તેમના શરીરનું ભક્ષણ કરે છે તેા પણ શીયાલણી
૧. અવંતી સુકુમાલ—ભદ્રા માતાના પુત્ર થાય. તે મહાધનાઢય શ્રાવક હતા. શ્રી પરિશિષ્ટ પ વગેરેમાં વિસ્તારથી તેમનું ચરિત્ર કહ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org