________________
શ્રી ધર્મજાગરિકા
[૧૬] - અર્થ –જ્યાં સુધી ભવ્ય જી જિનરાજના સિદ્ધાન્તના વચને સાંભળતા નથી ત્યાં સુધી અમૃત, દ્રાક્ષ, સાકર તથા શેરડીને મીઠા ગણે છે. અથવા એ ચારની મધુરતા જિનવાણીની મીઠાશ આગળ કાંઈ ગણતરીમાં નથી. માટે જેમના હૃદયમાં જિનેશ્વરની વાણીની અત્યંત મીઠાશ ઠસી છે–એક્કસપણે રહેલી છે અથવા જેઓ જિનેશ્વરના વચનમાં દઢ રાગવાળા થએલા છે, તેઓ એ અમૃત વગેરે ચારે પદાર્થોની મીઠાશને હસી કાઢીને તેમને (અમૃત આદિને) જરૂર તિરસ્કાર કરે છે. ૧૭૨. ચારે નિરાશ થઈ ગયા અમૃત ગયું સુરકમાં, દ્રાખ જંગલમાં ગઈ સાકર લીએ તૃણ વદનમાં ચક્ષુ ચઢાવી રીસ પડતી કેલમાં કવિ વીર કહે, બેધ સાધન કલ્પના પણ ઈમ વિશેષાવશ્યક. ૧૭૩
અર્થ –જિનરાજની વાણીની મીઠાશને પારખનાર જીથી તરછોડાયેલા ઉપર કહેલા અમૃતાદિ ચારે પદાર્થો નિરાશ થઈ ગયા તેથી અમૃત તો આ મનુષ્ય લોક તજીને દેવલોકમાં જતું રહ્યું. દ્રાક્ષ પણ જંગલમાં જતી રહી. સાકર તે પોતાના બચાવની ખાતર મુખમાં ઘાસના તરણુને લેવા લાગી. અને શેરડી તો રીસ ચઢાવી કેલમાં શેરડી પીલવાના યંત્રમાં) પડવા લાગી. આ પ્રમાણે પં. વીરવિજયજી કવિએ કલ્પના વડે બોધ આપે છે. આવા પ્રકારની કલ્પનાઓ પણ બધ-જ્ઞાનનાં સાધન રૂપ છે એમ વિશેષાવશ્યકમાં કહ્યું છે. ૧૭૩ - ૧. “ષ્યિ વવદ્યાર્ષિ” વગેરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org