________________
શ્રી ધર્મજાગરિકા
[૧૫] અર્થ –જે જિનવચનને સાંભળતા નથી તેઓ કરેલા કર્મને અનુસરે નરકરૂપી અંધ કૂવામાં પડે છે. વળી તિર્યંચગતિની અંદર ગએલા તેઓ ત્યાં સડે છે–રીબાયા કરે છે. તેમજ તેઓ જિનેશ્વરના વચનને સાંભળતા નથી. માટે મુક્તિરૂપી સ્ત્રીને મેળવી શકતા નથી. એવું જાણીને હે ચેતન હે આત્મા! તું જિનરાજના વચન સાંભળજે. તે સાંભળવામાં કઈ પણ પ્રકારની આળસ વિગેરે સેવીને ખામી રાખીશનહિ.૧૬૯
જિનેશ્વરનાં વચન સાંભળવાથી શા શા લાભ થાય? તે જણાવે છે – હંમેશ શ્રુત સુણનારને હવેજ આત્મિક ઉન્નતિ, જિણ વયત્રિપુટી શુદ્ધ તે આપે નિરંતર સન્મતિ; દૂરે હઠાવે આધિ વ્યાધિ તિમ ઉપાધિ ઝેરને, નાળવેલ સમું કહ્યું તીર્થકરે એ કારણે. ૧૭૦
અર્થ:–હંમેશાં સિદ્ધાન્તને સાંભળનાર ભવ્ય જીવોની આત્મિક ઉન્નતિ થાય છે એટલે તેને આત્મા કષાયાદિકથી ખસતાં હસતાં સમતામય ઉચ્ચ નિર્મલ દશા પામતો જાય છે.) વળી જિનરાજના વચન ત્રિપુટી (ક, છેદ અને તાપથી) શુદ્ધ છે. તે હંમેશાં સારી બુદ્ધિ આપે છે. વળી આધિ
*
*
*
,
૧ અંધ કૂવો-જેમ એકાંતમાં આવેલા અંધારા કૂવામાં પડેલા - જવ ત્યાંથી નીકળી શકતા નથી તેમ તેવા ઠેકાણે કોઈની સહાય પશુ
મળતી નથી અને અત્યંત દુઃખી થાય છે. તેવી રીતે નરકને વિષે પડેલે જીવ પણ તેથી પણ ઘણું દુઃખ પામે છે. ત્યાં તેને કઈ મદદ દઈ શકતું નથી. .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org