________________
[ ૧૫૪ ]
શ્રી વિજયેપદ્મસૂરિજી કૃત જે માને છે તેઓ અમૃતને ઝેર જેવું માને છે, પાને અગ્નિ જેવું માને છે. તથા સૂર્યના તેજને અંધકારના સમૂહ જેવો માને છે. ભાવાર્થ એ કે બીજા શાસ્ત્રો તે કુશાસ્ત્રો છે, કારણ કે તેમાં કહેલો ધર્મ તે સંસારને વધારનાર છે માટે ઝેર વગેરેની જે છે. જ્યારે નાગમ સંસારને નાશ કરનાર હોવાથી તે અમૃત વગેરેની જે છે. માટે જેનાગમની બીજા શાસ્ત્રો સાથે સરખામણી થઈ શકે જ નહિ. ૧૬૪
નિજ શત્રુ માને મિત્રને તિમ સર્ષ કુલની માલને, પત્થર ગણે ચિંતામણિને ચંદ્ર કેરી કાંતિને, આપ ઉનાળાનો ગણે અમૃત પ્રમુખ સમ નાથને, આગમ ગણો ને અન્ય શાસ્ત્રો વિષ પ્રમુખ જેવા ગણો. ૧૬૫
અર્થ –કઈ માણસ પિતાના મિત્રને પિતાને શત્રુ માને, તેમજ ફૂલની માલાને સર્પ માને, ચિન્તામણિ રત્નને પત્થર સમાન ગણે, વળી ચંદ્રની કાન્તિને ઉનાળાના તાપ સમાન માને તે જેમ મૂર્ણ કહેવાય છે. તેની જેમ જે જૈનાગમને અન્ય શાસ્ત્રોની જેવો માને છે તે પણ મૂર્ખ જાણો. અહીં પ્રભુના આગમને અમૃત વગેરે ઉત્તમ પદાર્થોની, જેવો જાણુ, અને અન્ય શાસ્ત્રોને ઝેર વગેરેની જેવા ગણવા. ૧૬પ
હવે આગમને નહિ સાંભળનારા જેવા કેવા ગણાય તે કહે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org