________________
શ્રી ધ જાગરિકા
[ ૧૪૯ ]
આસને બેસે અથવા ગુરૂના આસનથી સરખા આસને બેસે તે ગુરૂના અવિનય થાય છે. તેમજ ગુરૂના પડખે બેસતાં તથા ગુરૂને અડકતાં પાછળ બેસતાં પણ તેજ અવિનયરૂપ આશાતના થાય છે. વળી ગુરૂની નજીક સામે બેસતાં ખીજા વંદન કરનારાઓને આડાશ પડે છે. ૧૫૮.
હવે આગમ સાંભળતાં કેવી રીતે બેસવું તે કહે છે:-- વાળે પલાંઠી નહિ ચડાવે પગ ઉપર પણ પગ નહિ, પક્ષપિ’ડની જિમ નહિ તિમ પગ પસારીને નહિ; વિકથા અને નિદ્રા તને મસ્તકે અંજલિ કરી, ભક્તિ મહુમાને સુણા આગમ પ્રમાદી નહિ થઈ. ૧૫૯ અર્થ :—આગમની વાણી સાંભળીએ ત્યારે પલાંઠી વાળીને બેસવું નહિ, તથા પગ ઉપર પગ ચડાવીને પણ એસવું નહિ. પક્ષપિંડની પેઠે બેસવું નહિ તેમજ પગ પહેાળા કરીને પણ બેસવું નહિ. વળી વિકથા રાજકથા વગેરે કરવી તે તજીને તથા નિદ્રા-વ્યાખ્યાનમાં ઊંઘવું, ઝેકાં ખાવાં વગેરે તને મસ્તકને વિષે એ હાથ જોડીને એમ અંજિલ રચીને પ્રમાદ દૂર કરીને ભક્તિ તથા બહુમાન પૂર્વક સિદ્ધાન્તનું શ્રવણુ કરવુ. ૧૫૯.
૧. પક્ષપિંડ——એ પગના ઢીંચણુ ઉભા રાખી તેની આજુબાજુથી કેડ સુધી ખેસ અગર લુગડુ આંધવું તે પક્ષપિંડ કહેવાય.
૨. વિકથાનું વર્ણન શ્રી સ્થાનાંગ સૂત્રના ચોથા અધ્યયનમાં વિસ્તારથી કર્યું છે.
રૂ. નિવિજ્હાપરિનિર્વાદુ-પાંદું ॥ भत्तिबहुमाणपुर्व-सुणे अन्तं जिणवयणं ॥ १ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org