________________
[ ૧૫૦ ]
શ્રી વિજયેપદ્મસૂરિજી કૃત હવે આગમનું સ્વરૂપ કહે છેવસ્તુ સ્વરૂપ જણાય જેથી તેહ આગમ જાણીએ, સૂર્ય દર્પણ દીપ ઔષધ ચંદ્ર અગ્નિ સમાન એક બાહ્ય વસ્તુ જણાવવાથી સૂર્યના સરખે કહ્યું, નિજ સ્વરૂપ દેખાડવાથી ચાટલા સરખા ક. ૧૬૦
અર્થ –જેનાથી વસ્તુ સ્વરૂપ એટલે જીવ અજીવ વગેરે દ્રવ્યનું સ્વરૂપ જાણીએ તે આગમ જાણવો. પવિત્ર શાસ્ત્રોમાં તે આગમને સૂર્યની, ચાટલાની, દીવાની, ઔષધ(દવા)ની, ચન્દ્રની તથા અગ્નિની ઉપમા આપેલી છે. જેમ સૂર્યના પ્રકાશથી આપણે બાહ્ય પદાર્થોને જોઈ શકીએ છીએ તેમ આગમથી બાહ્ય પદાર્થોનું જ્ઞાન થતું હોવાથી આગમને સૂર્ય સમાન કહે છે. તથા જેમ દર્પણની અંદર આપણે આપણું પોતાનું રૂપ એટલે શરીરનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ તેમ આગમ પણ આપણને આપણું સ્વરૂપ એટલે આત્મસ્વરૂપ જણાવે છે માટે આગમને દર્પણ અથવા અરિસાની ઉપમા આપેલી છે. ૧૬૦.
હવે તેજ આગમની બાકી રહેલી જુદી જુદી ઉપમાઓ સમજાવે છે – આંતર તિમિર હરવા થકી દીપક સરખો પણ કહ્યો, મિથ્યાત્વ વ્યાધિ મટાડવાથી તે દવા જે કહ્યું, નિજ સ્વરૂપાનન્દ દાયક ચંદ્રની સરખો કહ્યો, કર્મ ઇંધન બાળવાથી અગ્નિની જે કા. ૧૬૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org