________________
શ્રી ધર્મજાગરિકા
૧૪૭] આનંદ આદિ દશે તણી બીના હદય અવધારીએ, ભગવતીમાં તંગિયાના શ્રાવકો સંભારીએ. ૧૫૬ આ અર્થ–ઉપાસક સૂત્ર (ઉપાસક દશાંગ)માં કહ્યું છે કે મુનિરાજને પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરેના જે જે ઉપકરણાની જરૂરીઆત હોય તે બાબત શ્રાવકોએ જરૂર ધ્યાન આપવું. શક્તિ અને ભાવ પ્રમાણે તે વસ્તુઓ લાવી આપવી. વળી આનંદ શ્રાવક વગેરે દશ શ્રાવકોની કથાઓ હદયમાં વિચારવી. તેઓએ મુનિવરોની ભક્તિ કેવી રીતે કરી છે ? તેને વિચાર કરે. વળી ભગવતીસૂત્રમાં કહેલા તુંગીયા નગરીના શ્રાવકોનું સ્મરણ કરવું. ૧૫૬.
એવી રીતે સર્વે સાધુઓને વંદન કરીને તથા સુખશાતા પૂછીને પછી શ્રાવકે ગુરૂ પાસે વ્યાખ્યાન શ્રવણ કરવું.
ત્યાં કેવી રીતે બેસવું? તેનું વર્ણન કરે છે -- ગુરૂ પાસ પહેલાં શ્રાવકાદિક જેહ આવ્યા તેમને, વંદન કરી બેસી વિનયથી સાંભળે મૃત વયણને;
૧. આનંદ વગેરે મહાવીર પ્રભુના પરમ ભકત દશ શ્રાવક હતા, જેમની કથા તથા ઋદ્ધિ વગેરેનું વર્ણન વર્ધમાન દેશના વગેરેમાં આપેલું છે. દશ શ્રાવકનાં નામ આ પ્રમાણે -૧ આનંદ, ૨ કામદેવ, ૩ ચુલિની પિતા ૪ સુરાદેવ ૫ ચુલ્લશતક ૬ કંડકાલિક ૭ સકાલપુત્ર ૪ મહાશતક, ૯ નંદિની પિતા, ૧૦ સાલહિપિતા. - ૨ તુંગિકા નામની નગરી હતી. તેમાં પૂર્વે કહેલા ગુરૂ ભકિત આદિ ગુણવાળા શ્રાવકે તે નગરીમાં વસતા હતા. તેનો અધિકાર શ્રી ભગવતી સૂત્રમાં આપેલ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org