________________
[ ૧૪૬ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
અર્થ :-પચ્ચખાણ કરવાથી વિવિધ પ્રકારે વિરતિરૂપી ફૂલ તથા અપ્રમાદ-પ્રમાદ રહિત જીવન થાય છે. એ પ્રમાણે સક્ષેપમાં પચ્ચખ્ખણનું ફળ જાણવું. પચ્ચખ્ખાણુ કર્યા પછી સર્વે મુનિને પ્ણ વંદન કરીને તેમને સુખશાતા પૃથ્વી. કારણ કે એ પ્રમાણે સર્વ મુનિએને વંદન કરવાથી કર્મની ઘણી નિર્જરા થાય છે. તેમજ ગ્લાન ( રાગી) સાધુ વગેરે મુનિએ!ની દવા વેયાવચ્ચ વગેરે બાબતમાં તપાસ કરવી. એમ શ્રાવક કરે તેાજ સાચી સુખશાતા પૂછી કહેવાય. ૧૫૪.
ગણમાંય હવે ગ્લાન વૃદ્ધેા ખાલ કૈઇક મુનિવરા, તજવીજ સમાધિ સાધનાની તસ કરે શ્રાવક ખરા, નિજ શક્તિ અનુસારે કરે પણ ના ઉપેક્ષા આદરે, સંબંધિથી પણ અધિક માને સાધુને શ્રુત ઉચ્ચરે. ૧૫૫
અર્થ:——રા શ્રાવક ગણુમાં (એક આચાર્ય વગેરેના પરિવારમાં) જે કાઈ મુનિ રાગી હેય, વૃદ્ધ હાય, તેમજ આલ એટલે નવીન દીક્ષિત હેાય તેમના સમાધિ–સુખ શાન્તિના સાધનાને માટે હુંમેશાં તપાસ રાખે. તથા પેાતાની શક્તિના અનુસારે વૈયાવૃત્યાદિક કરે પણ કોઈ જાતની ઉપેક્ષા-એદરકારી રાખે નહિ. સિદ્ધાંત કહે છે કે શ્રાવક-સાધુ મુનિરાજને પેાતાના પુત્રાદિ સંબંધી અથવા સગાં વહાલાંથી પણ અધિક ગણે. ૧૫૫.
જ્ઞાનાદિ સાધનની જરૂરી હોય પણ મુનિરાજને, ધ્યાન આપે તેઢુમાં સુણીએ ઉપાસક સૂત્રને;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org